ખેડા જીલ્લા પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં જીલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

નડિયાદ, જીલ્લા પ્રભારીમંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીલ્લા આયોજન મંડળના સભ્યઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રી સાથે ઉપાધ્યક્ષ-સહ ઉપાધ્યક્ષ અમિત પ્રકાશ યાદવ તેમજ જીલ્લા આયોજન મંડળના સભ્યો વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા.

આ બેઠકમાં મંત્રી દ્વારા જુના વર્ષોમાં મંજુર થયેલ કામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીએ વર્ષ 2020-21 અને વર્ષ 2021-2022ના જે કામોની મુદત આ વર્ષે પુર્ણ થવાની છે. તેવા કામો સત્વરે પુર્ણ થાય તેવી સુચના આપી હતી. તેમજ જીલ્લામાં રહેલ વિકાસના બાકીના કામો જલ્દી પુર્ણ થાય તે અંગે મંત્રીએ માર્ગદર્શન આપ્યુ હતું.

જીલ્લા આયોજન વર્ષ 2024-25ની મળેલી આ બેઠકમાં મંત્રી દ્વારા ખેડા જીલ્લાના 10 તાલુકા અને 10 નગરપાલિકાનું મળીને કુલ રૂ.1555.86 લાખનાં ખર્ચે કુલ 1104 કામો પ્રભારીમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં વિવેકાધિન તાલુકા કક્ષા યોજના, 5% પ્રોત્સાહક યોજના, ખાસ પછાત વિસ્તાર યોજના, વિવેકાધીન નગરપાલિકા અને જીલ્લા કક્ષાની કેટલીક યોજનાઓનો સમાવેશ થાય છે.

આ વિડિયો કોન્ફરન્સમાં જીલ્લા આયોજન મંડળના સભ્યો તરીકે જીલ્લાના તમામ ધારાસભ્યો, તાલુકા પંચાયત પ્રમુખઓ, નગરપાલીકા પ્રમુખો,તમામ વહીવટદારો, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, અધિક નિવાસી કલેકટર ભરત જોષી તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હ્તાં.