બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ જાહેરનામું

દાહોદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા તા.11.03.2024 થી તા.26.03.2024 દરમ્યાન જીલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે. પરીક્ષાઓમાં ગેરરીતિ ન થાય અને પરીક્ષાના સાહિત્યની ગોપનીયતા જળવાય તે માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની આસ પાસ જરૂરીયાત મુજબ પ્રતિબંધાત્મક હુકમ કરવા જરૂરી જણાય છે.

દાહોદ જીલ્લા જુદા-જુદા પરીક્ષા કેન્દ્રોના 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનોનો થતો દુરૂપયોગ રોકવા માટે તા.11.03.2024 થી તા.26.03.2024 સુધી યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ દરમ્યાન જીલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર થતી ગેરરીતીઓ અટકાવવા માટે સવારના 09:00 કલાક થી સાંજના 19:00 કલાક સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવો, પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે પ્રશ્ર્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ડિજીટલ ઘડીયાળ કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનિક સાધનો લઇ જવા નહીં. (નોંધ : આ હુકમ સરકારી કચેરીઓનાં ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી) પોલીસ સ્ટાફે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરવાનો રહેશે નહી, પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાર્થીઓ સિવાય અન્ય વ્યક્તિઓએ બિનજરૂરી ભેગા થવું નહીં, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થી તથા ફરજ સોંપેલ અધિકારી/કર્મચારી સિવાય અન્યોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે, પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોચે તે હેતુથી લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.

આ હુકમનો ઉલ્લંધન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે.આ હુકમ અન્વયે દાહોદ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને ફરીયાદ દાખલ કરવા આથી અધિકૃત કરવામાં આવે છે.એમ નિવાસી અધિક કલેકટર એ. બી. પાંડોરે જણાવ્યું હતું.