મોરવા(હ), મોરવા(હ) પોલીસ મથકના વિશ્વાસઘાત ઠગાઈ ગુનાનો નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પેરોલ સ્કવોર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) પોલીસ મથક ખાતે આરોપી ભારતભાઈ હેમાભાઇ ભગોરા (રહે. ડોળી થાણા ફળીયા, સંતરામપુર) વિરૂદ્ધ વિશ્વાસઘાત ઠગાઈની ફરિયાદ નોંધાયેલ હોય અને આ ગુનામાં આરોપી નાસતો ફરતો હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, ડોળી ચોકડી ખાતે ઉભો છે. તેવી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી મોરવા(હ) પોલીસ મથકે સોંપવામાં આવ્યો.