પ્રિ વોકેશનલ અંતર્ગત વિવિધ સ્થળોની મુલાકાત કરતા પરમારના ખાખરીયા પ્રાથમિક શાળા બાળકો

દાહોદ, સમગ્ર શિક્ષા દાહોદ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત, લીમખેડા તાલુકાના અગારા(ઉ) પગાર કેન્દ્રના સી.આર.સી. અગારા (ઉ)માં આવેલી પરમારના ખાખરીયા પ્રાથમિક શાળા ના ધોરણ – 6 થી 8 ના બાળકો માટે પ્રિ વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત પરમારના ખાખરીયા ગામમાં આવેલ વિવિધ દુકાનની મુલાકાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ચૈડિયા, હસ્ત કલાથી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવતી સહજ સંસ્થાની મુલાકાત,રામદેવ પીર મહારાજ મંદિર કાચલા, ઔધોગિક તાલીમ સંસ્થા (I.T.I) લીમખેડાા, પોલીસ સ્ટેશન લીમખેડા, લીમખેડા સરકારી ગાર્ડન નર્સરી જેવા વિવિધ સ્થળોની મુલાકાત તથા વિવિધ વ્યવસાયકારો ની મુલાકાત કરી પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગની નવી પહેલ થકી ભવિષ્યમાં બાળકો આત્મ નિર્ભર બની શકે એટલા માટે રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓ માંથી ધોરણ 6 થી 8 માટે આ પ્રિ વોકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમારના ખાખરિયા પ્રાથમિક શાળામાં થી ધોરણ – 6 થી 8 નાં 118 જેટલા બાળકો તથા શાળાનાં આચાર્ય સહિત સ્ટાફ પરિવારના 07 શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.