વેજલપુર પોલીસ સ્ટેશનના P.S.I એસ.એલ.કામોલની સરાહનીય કામગીરી છેલ્લા પાંચ વર્ષ થી એકલવાયું જીવન ગુજારતા એક નિરાધાર વૃદ્ધ ને નવું જીવન અપાવ્યું

કાલોલ,કાલોલ તાલુકાના વેજલપુર મુકામે એકલવાયું જીવન ગુજારતા એક નિરાધાર વૃદ્ધ દાદા જે રમેંશભાઈ શાહ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી પથારી વશ હતા અને તેની જાણ વેજલપુર પોલીસ સ્ટેશન P.S.I ને જાણ થતાં વેજલપુર પોલીસ તેઓના ઘરે જઈ તપાસ કરતા એક માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ, એકલવાયુ જીવન ગુજારતા વયોવુધ્ધ નાઓ મળી આવેલ જેઓ પોતાની જાતથી હલન ચલન ન કરી શકે તેવી સ્થિતિમાં હોય અને તેઓનું મકાન ખુંબજ જર્જરીત હાલતમા જણાય આવતા તેઓની દેખભાળ લાબા સમયથી આજુબાજુના મુસ્લીમ સમાજના લોકો કરતા હોય તેઓના સંબધીઓનો કોઈ સહારો ન હોય અને ખુબજ કષ્ટભર્યું જીવન જીવતા હોય જેથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઙજઈં એસ.એલ.કામોલેે સ્થળ તપાસ કરીને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત નાઓનો સંપર્ક કરીને આની જાણ કારી આપી હતી. ત્યારે શિવરાજસિંહ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત નાઓનોની ટીમ વેજલપુર પોલીસ સાથે વેજલપુર ખાતે આવેલ ઓધવજી ફળીયામાં આવી પહોચી હતી અને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને આ દાદા વિશે આખો ચિતાર મેળવ્યો હતો અને ત્યારબાદ વેજલપુર પોલીસે કાયદાકીય પ્રોસેસ કરીને આ નિરાધાર અને એકલવાયું જીવન ગુજારતા દાદાને શિવરાજસિંહ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત ખાતે મોકલી આપીને એકલવાયું જીવન ગુજારતા દાદાની તકલીફનો અંત લાવીને એક નવું જીવન અપાવ્યું હતું. ત્યારે આવા સારા કાર્યકર્તાને સલામ છે. વેજલપુર પોલીસ સ્ટેશનના P .S.I એસ.એલ.કામોલને સાથે સાથે શિવરાજસિંહ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતનીં ટીમને પણની સારી કામગીરીને લોકોએ બિરદાવી હતી. લોકોએ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.