રુડકી,ઉત્તરાખંડના રુડકીમાં પ્રેમ પ્રસંગના કારણે વહુએ પોતાની સાસુની હત્યા કરી નાખી હતી. પોતાની સાસુની હત્યા માટે વહુ પોતાના પ્રેમી સાથે મળીને પહેલાથી ષડયંત્ર રચી વૃદ્ધ સાસુને મોતને ઘાટ ઉતારી દીધા. જાણકારી અનુસાર સાસુને પોતાની વહુના લફરા વિશે જાણ થઈ ગઈ હતી. વહુએ પોતાની સાસુને મારવા માટે તેના ખાવામાં નશીલી દવા નાખી બાદમાં જ્યારે તે બેભાન થઈ ગઈ તો, તેનું ગળું દબાવી દીધું.
પોલીસે હત્યારી વહુ અને તેના આશિકની ધરપકડ કરી લીધી છે. રુડકી સિવિલ લાઈન કોતવાલીમાં આ મામલાનો ખુલાસો કરતા એસએસપી પ્રમેન્દ્ર સિંહ ડોબાલે મામલા પરથી પર્દાફાશ કરતા ૧૫ ફેબ્રુઆરીના રોજ ફાઝિલપુર પોલીસ સ્ટેશન ઝબરેડા રહેવાસી સોનૂ કુમારે પોતાની માતા સાવિત્રી દેવીને ઘરમાં મૃત અવસ્થામાં જોયા.
અંતિમ સંસ્કાર પહેલા લાશને સ્નાન કરવાની પ્રક્રિયા દરમ્યાન ગળામાં ફંદાના નિશાન જોવા મળતા શંકા ગઈ હતી. જેને લઈને પોલીસને ટીમ ઘટનાસ્થળે બોલાવી અને મૃતકની લાશને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું કારણ ગળું દબાવાનું સામે આવ્યું છે. તો વળી આ મામલાની તપાસમાં લાગેલી ટીમની પડતાલમાં સામે આવ્યું છે કે, મૃતકના દીકરા-વહુની વચ્ચે લાંબા સમયથી ડખો ચાલતો હતો. આ ઉપરાંત વહુને અન્ય પુરુષ સાથે લફરું પણ હતું.
વહુ અને દીકરાના ઝઘડાથી કંટાળીને સાસુ ઘરથી લગભગ થોડે દૂર આવેલા બીજા ઘર પર એકલા રહેવા જતી રહી હતી. તો વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટની જાણકારી મળતા મૃતકનો દીકરો સોનૂ કુમાર દ્વારા પોતાની પત્ની પર હત્યાની શંકા વ્યક્ત ફરિયાદ નોંધાવી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, પતિ-પત્નીના લગ્ન ૫ વર્ષ પહેલા થયા હતા. પણ લગ્નનો આટલો સમય થયો હોવા છતાં પણ વહું માતા બની શકી નહોતી. વહુની સારવાર દેહરાદૂન અને હરિદ્વારની હોસ્પિટલમાં ચાલી રહી હતી. પણ તેનું કોઈ સકારાત્મક પરિણામ જોવા મળતું નહોતું. આ દરમ્યાન આધાર કાર્ડમાં ફેરફાર કરતી વખતે કથિત વહુ, આધાર કાર્ડ સેન્ટરમાં કામ કરતા જૌની નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંનેની ઓળખાણ થતાં પ્રેમ થયો. જે બાદ જે બાદ સાસુ વહુ સાથે સંબંધ તોડવાની વાત કહેવા લાગી. તેના વિરોધમાં આવીને વહુએ સાસુની હત્યા કરી નાખી.