દાહોદમાં ભાજપનો ચૂંટણી સેન્સ: જિલ્લામાં છ વિધાનસભા બેઠકો પૈકી ચાર વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના મેળાવડાથી રાજકારણમાં ગરમાવો.

વિનોદ પંચાલ, દાહોદ 
  • દાહોદ વિધાનસભામાંથી દાહોદમાં 12 ગરબાડામાં 25, દેવગઢ બારિયામાં 17 તેમજ ફતેપુરામાંથી 8 ઉમેદવારોની ટિકિટની માંગણી કરતા ખળભળાટ. 
  • ચૂંટણી લડવા માંગતા ટિકિટવાંછુકોમાં દાહોદથી ગાંધીનગર સુધી દોડધામ મચી: પોતાની ટિકિટ ફાઇનલ કરવા ઉમેદવારો ગોડફાદારોના શરણે 
  • ચૂંટણી સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોનો રાફડો ફાટતા ભાજપનું મોવડી મંડળ વિમાસણમાં: ચૂંટણી દરમિયાન ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપને રેલા ઉતરશે..??

દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ શરૂ થઈ ગયા છે. એની સાથે સાથે રાજ નેતાઓથી લઈ સંગઠનના હોદ્દેદારોની જિલ્લામાં મુલાકાતો અને અવર-જવરમાં પણ વધારો જોવા મળ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી જશે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાલ પૂરજોશમાં શરૂ કરી દેવાય છે. ત્યારે બીજી તરફ આ વખતે પ્રથમ વખત ચૂંટણીના મેદાનમાં ઝમ્પલાવનાર આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પૈકી ચાર ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ બીજેપી દ્વારા પ્રદેશના મોવડી મંડળ માંથી ચૂંટણી અંગે સેન્સ લેવા નિરીક્ષકો જિલ્લા ભાજપ મુખ્યાલય કમલમ ખાતે પધાર્યા હતા. અને દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા પૈકી ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન ચારેય બેઠકો પર ઉમેદવારોનો મેળાવડો જામતા દાહોદમાં ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે હાલ દીપોત્સવી પર્વ હોવાથી સદાય ઇલેક્શન મોડ માં રહેનારી ભારતીય જનતા પાર્ટીમાં વેકેશન નો માહોલ જોવા મળ્યો હતો. જોકે બેસતા વર્ષના બીજા દિવસે જ પ્રદેશમાંથી ચૂંટણી અંગે સેલ્સ લેવા નિરીક્ષકો દાહોદ આવી પહોંચ્યા હતા જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ડાંગના પ્રભારી પ્રફુલભાઈ પાનસેરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર, સહિતના સંગઠનના હોદ્દેદારો કમલમ ખાતે પહોંચ્યા હતા. જોકે દાહોદ જિલ્લાની સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પૈકી ત્રણ બેઠકો ઉપર ભાજપ તેમાં ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ બિરાજમાન છે ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ વિધાનસભાની છ એ છ બેઠકો કબજે કરવા કમર કસી છે. ત્યારે આ વખતે ચૂંટણી સેન્સ લેવા આવેલા નિરીક્ષકોએ ટોળા બંદીનો અસ્વીકાર કરતા ઉમેદવારો તેમજ ચૂંટણી લડવા માંગતા મૂરતી યાઓ મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા. સાથે સાથે આખા દિવસ દરમિયાન ઉમેદવારોના ફોન રણકતા રહ્યા હતા. હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી લડવા માંગતા મુરતીયાઓ પોતાની ટિકિટ ફાઇનલ કરવા ગોડફાદારોની ચોખટ ચુમી રહ્યા છે. ત્યારે આ વખતે દાહોદ વિધાનસભામાંથી દાહોદમાં 12 ગરબાડામાં 25, દેવગઢ બારિયામાં 17 તેમજ ફતેપુરામાંથી 8 ઉમેદવારોની ટિકિટની માંગણી કરતા ચૂંટણી અંગે સેન્સ લેવા આવેલા ભાજપના નિરીક્ષકોમાં પણ સ્તબ્ધતાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હાલ નિરીક્ષકો દ્વારા ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી સેન્સ લેવામાં આવ્યા છે. જરા બાકીની બે વિધાનસભા બેઠકો પર 30 મીએ નિરીક્ષકો આવવાના હોય હમણાંથી જ ચૂંટણી લડવા માંગતા દાવેદારો દાહોદ થી ગાંધીનગર સુધી દોડધામ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી તેમજ બીટીપી વચ્ચે ચૂંટણી જંગ જામવાનો હોઈ ભાજપ દ્વારા તમામ પેરામીટર તેમજ પાસાઓને ધ્યાને રાખી સક્ષમ અને જીત મેળવી શકે તેવા ઉમેદવારો પર જ પસંદગીનો કળશ ઢોળે તેવા અણસાર હાલના તબક્કે જોવાઈ રહ્યા છે. તેની સાથે સાથે નો રીપીટની થિયરીની સાથે આ વખતે કોઈ નવો ચહેરો જ વિધાનસભાની ચૂંટણી લડશે તેમ હાલના તબક્કે ચર્ચાઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા દાવેદારોની યાદી..


દે.બારીયા વિધાનસભાના ઈચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ

(1) મુકેશકુમાર હિમ્મતભાઈ પટેલ
(2) સરદારસિંહ ગોપસિંહ બારીઆ
(3) ભરતભાઈ રણછોડભાઈ ભરવાડ
(४)બચુભાઈ મગનભાઈ ખુબાડ
(પ) નિમેષકુમાર સોમેશ્વરપ્રસાદ જોષી
(6) પૃથ્વિસિંહ રતનસિંહ પુવાર 
(7)નિર્મળસિંહ ફુલસિંહ ચૌહાણ
(८) ગીતાબેન નિર્મળસિંહ ચૌહાણ
(9)ભુપેન્દ્રકુમાર નારસિંગભાઈ પટેલ
(૧૦) ભુપેન્દ્રભાઈ ચીમનસિંહ ચૌહાણ
(૧૧) મોનાલિસાબેન પ્રેમેન્દ્રસિંહ સીસોદિયા
(૧૨) સરદારસિંહ સોમાભાઈ બારીઆ
(૧૩) દિવાકરભાઈ ચંદુભાઈ પટેલ
(૧૪) ધીરજભાઈ માવસિંહભાઈ પટેલ
(૧૫) સુરસિંગભાઈ હિરાભાઈ ચૌહાણ
(૧૬) તુષારસિંહ(બાબા) કનકસિંહ મહારાઉલ
(૧૭) ગોપાલસિંહ મનહરસિંહ ઝાલા

દાહોદ વિધાનસભાના ઈચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ

(1) મુકેશભાઈ ભીમજીભાઈ ભરવાડ 
(2)રમેશભાઈ બીજીયાભાઈ રાઠોડ
 (3) ચંદ્રાવતિબેન ભુરાભાઈ મિનામા
 (4) પુનમભાઈ ચેનિયાભાઈ નિનામા
 (5) ગોવિંદભાઈ બદિયાભાઈ ડામોર
(6) ભુરાભાઈ સિંગાભાઈ નિનામા
 (7) તેરસિંહભાઈ બદિયાભાઈ ડામોર
 (8) રમણભાઇ ખીમાભાઇ ભાભોર
 (9) અભિષેકભાઇ વાલજીભાઇ મેડા 
(10) કનૈયાલાલ બચુભાઇ કિશોરી
 (11) ગૌતમભાઇ ગલાભાઇ સંગાડા
 (12) નિકુંજભાઇ કલસિંહભાઇ મેડા

ફતેપુરા વિધાનસભાના ઈચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ

(1) શંકરભાઈ દિપાભાઈ આમલીયાર
 (2) ડો.મેહુલભાઈ ભુદેવભાઈ પરમાર
 ( ૩) ચુનીલાલ પુંજાભાઈ ચરપોટ
 (૪) રમેશભાઈ તેરસિંગભાઈ કટારા
 (૫)રમેશભાઈ ભુરાભાઈ કટારા
 (6) પ્રફુલ્લભાઈ દલસિંગભાઈ ડામોર
 (7) કલાવતીબેન રમેશભાઈ કટારા
(8) ડૉ.અશ્વિનકુમાર સામજીભાઈ પારગી

ગરબાડા વિધાનસભાના ઈચ્છુક ઉમેદવાર વ્યક્તિના નામ

(1)મહેન્દ્રભાઈ રમેશભાઈ ભાભોર
(2) ઝીથરાભાઈ ભુરાભાઈ ડામોર
(3) મયુરભાઈ ભલાભાઈ ભાભોર
(4) બાદમાઈ મડીયાભાઈ પલાસ 
(5)મિલાબેન અજમા પાસ
(6) શાંતાબેન શંકરભાઈ ગણાવા 
(7) ડો.ગીરીશભાઈ લાલાભાઈ નળવાયા
(8) મુકેશભાઈ ભીમજીભાઈ પરમાર શ્રી
(9) રમેશભાઇ માનસિંહભાઈ હડીયા
(10) રવિરાજભાઈ કાળુભાઈ મેડા
(11) ખિમાભાઈ બચુભાઈ સંગાડા
(12)દિનેશભાઈ વેસ્તાભાઈ બારીઆ
(13) ભાવિના નાનાભાઇ
(14) અમલીયાર વિજયસિંહ ભારસિંહ અમલીયાર
(15) કૈલાશબેન અર્જુનભાઈ પરમાર
(16) શૈલેષકુમાર ભારતસિંહ મખોડીયા 
(17) મિરાબેન રમેશભાઈ પરમાર
(18) માનસિંગભાઈ હિમલાભાઈ ડામોર
(19) પ્રતાપસિંહ ભાવાસિંહન પાષા
(20) ચંદુભાઈ બચુભાઈ ગણાવા
(21) નરસિંહ કસનાભાઈ પલાસ
(22) હિતેષકુમાર ફતેસિંહ સોલંકી
(23) કરણસિંહ સોમજીભાઈ ડામોર
(24) પ્રજીતસિંહ અતિસહ રાઠોડ
(25) કમલેશભાઈ દિતાભાઈ માવી