ઝારખંડમાં ટ્રેનમાં આગના ભયથી નીચે ઉતરેલા લોકો અન્ય ટ્રેનની ઝપટમાં આવતા ત્રણના મોત

જામતાડા, અત્રેના કાલાઝરિયા રેલવે સ્ટેશન પાસે અનેક યાત્રીઓ ટ્રેનની હડફેટે આવી ગયા હતા, જેમાં ત્રણના મોતની પુષ્ટિ થઈ છે. બેના શબ મળ્યા છે. બીજી બાજુ મૃતક યાત્રી નહીં પણ ટ્રેક પર ચાલતા લોકો હોવાનો ખુલાસો થયો છે. આ અકસ્માત તો ખરેખર તો ટ્રેનમાં આગ લાગ્યાની ખબર મળતા યાત્રીઓમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં કેટલાક યાત્રી ટ્રેન નીચે ઉતર્યા ત્યારે સામેથી આવતી ટ્રેનની ઝપટમાં આવ્યા હતા.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભાગલપુર-બેંગ્લુરુ એક્સપ્રેસ ટ્રેન વિદ્યાસાગર કાસિતાર પાસેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં ઘણી ધુળ ઉડી રહી હતી. આથી ટ્રેન ચાલકને કંઈ દેખાયું નહીં. આથી એવી આશંકા પેદા થઈ કે આગ લાગી છે. આગની ખબર મળતા યાત્રીઓમાં અફડાતફડી મચી ગઈ અને ટ્રેન ઉભી રહેતા અનેક યાત્રીઓ નીચે ઉતરી ગયા. ત્યારે અપલાઈન પર ઈએમયુ ટ્રેન આવી રહી હતી, જેની ઝપટમાં અનેક યાત્રીઓ આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ત્રણના મોતની પુષ્ટી થઈ છે, બેના શબ મળ્યા છે. પણ મૃતકો ટ્રેનના યાત્રી નહીં પણ ટ્રેક પર ચાલતા લોકો હોવાનો ખુલાસો થયો છે. હજુ સુધી મોતનો ખરો આંકડો બહાર નથી આવ્યો. આ દુર્ઘટનાને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો છે.