ગાંધીનગર, રાજ્ય સરકારના મંત્રી ૠષિકેશ પટેલે ૧૫મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ,વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ સત્ર વિકસિત ગુજરાત થી વિકસિત ભારત સંકલ્પ પુર્તિ તરફ પ્રથમ કદમ છે. આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રામમંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો . જેમાં ગૃહના તમામ સભ્યો સહભાગી બન્યા હતા. સત્ર દરમિયાન ગીતાસારનો પ્રસ્તાવ રજુ કરાયો હતો જેને ગૃહના તમામ સભ્યોએ સર્વસંમતિ થી પસાર કર્યો હતો. ૧ લી ફેબ્રુઆરી થી શરુ થયેલ બજેટ સત્ર આજે સાનુકૂળ રીતે પૂર્ણ થયું છે. આ સત્રમાં કુલ ૧૯ કામકાજના દિવસોમાં ૨૫ બેઠકોનું આયોજન થયું જેમાં છ ડબલ બેઠકો રહી.
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલના સંબોધનથી શરૂ થયેલ આ સત્ર માંબીજા દિવસે અંદાજપત્ર રજૂ કરાયું હતું. રાજ્યપાલ ના સંબોધન પર ચર્ચા માટે ત્રણ બેઠકો, અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ ફાળવવામાં આવ્યા હતા. આ સમગ્ર સત્ર દરમિયાન પાંચ સરકારી વિધાયક બે બિનસરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા . બે પૂરક વિનિયોગ અને વિનિયોગ વિધેયક રજૂ કરાયા હતા. જે તમામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા જે બદલ મંત્રીશ્રીએ ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. સત્ર ના પ્રશ્નોત્તરી સમયકાળ દરમિયાન કુલ ૨૧૮ પ્રશ્ર્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્ર્નોની ચર્ચામાં ગૃહના તમામ સભ્યો ઉત્સાહપૂર્ણ જોડાયા હતા. આ સત્ર દરમિયાન ૬ પૂર્વ દિવંગત ધારાસભ્ય શ્રી ઓને શોકાંજલી અર્પણ કરાઇ હતી.