શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને તમામ જીલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બોર્ડની પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક સંપન્ન

  • મહીસાગર જીલ્લા કલેક્ટર નેહા કુમારીએ પરીક્ષા અંગેના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી.

મહીસાગર, માર્ચ-2024માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જીલ્લાઓના કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારીઓ, જીલ્લા પોલીસ અધિક્ષકઓ, જીલ્લા શિક્ષણાધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પરીક્ષાને લગતી તૈયારીઓ વિશે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીડિયો કોન્ફરન્સમાં મંત્રી સમક્ષ મહીસાગર જીલ્લા કલેક્ટર નેહા કુમારીએ પરીક્ષા અંગે જીલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો હતો. જીલ્લા કલેક્ટરએ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ-2024ના સફળ સંચાલન માટેના મહીસાગર જીલ્લાના એક્શન પ્લાનની વિગતવાર માહિતી આપી હતી.

આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ગાંધીનગર ખાતેથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહીસાગર કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેક્ટર સી.વી.લટા, જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના જીલ્લા પરીક્ષા સમિતીના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આત્મા પ્રોજેક્ટ મહીસાગરના જે.ડી.પટેલે શાબ્દિક સ્વાગત કરતા મહાનુભાવો અને ખેડૂતોને આવકાર્ય હતા અને અંતમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર નવનીત પટેલએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને ખેડૂત ભાઈઓ અને મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.