
- દાહોદમાં ધિંગાણમાં ઘાયલ થયેલા 16 પૈકી 9ને તલવાર,1ને ચપ્પુના ઘા વાગ્યા.
દાહોદ, એક પક્ષે કહ્યું લટકતો વાયર સરખો કરવા કહેતા ઝઘડો કર્યો, સમાજના માણસોને અહીં જ કાર્યક્રમ કરવા મળે છે. કહી તકરાર કરાયાની બીજા પક્ષની કેફિયત બંને પક્ષના 17 સામે સામસામે ફરિયાદ નોંધાઇ બંને પક્ષના લોકો સામસામે આવતાં લાકડી, તલવાર અને પથ્થરો ઉછળતા નાસભાગ સર્જાઇ
દાહોદ શહેરમાં સ્વામીનારાયણ મંદીરની સામે જુની કોર્ટ રોડ ઉપર મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમન બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ હિંસક ધિંગાણું થતાં નાસભાગ મચી હતી. ડખામાં તલવાર, પથ્થર અને લાકડીઓ વાગતાં 16 લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેમાંથી 9 લોકો તલવાર અને 1ને ચપ્પુના ઘા વાગ્યા હતાં. બંને પક્ષના લોકો સામસામે આવી જતાં લાકડી, તલવાર અને પથ્થરો ઉછળતા નાસભાગના દ્રષ્યો સર્જાયા હતાં. આ પ્રકરણમાં પોલીસે બંને પક્ષના 17 લોકો વિરૂદ્ધ સામસામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ શહેરના કોર્ટરોડ ખાતે રહેતાં સાહિત્સાબેન પટેલે પોલીસને જણાવ્યુ હતું કે, સામાવાળાઓએ મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધવા સાથે લાઇટનું વાયરિંગ કર્યુ હતું. જેમાંથી લાઇટનો એક વાયર લટકતો હોવાથી રેહાનાબેન પટેલે સમીર ધામડીને વાયર સરખો કરવા રહ્યુ હતું. જેથી ગાળો સાથે બોલાચાલી કરીને સામા પક્ષના 8 લોકોએ તલવાર,ચપ્પુ, લોખંડની પાઇપ, લાકડીઓ સાથે ધસી આવીને હુમલો કર્યો હતો. જેમાં અવેશને ચપ્પુ જ્યારે અરબાજ,ઇરફાન, ઇમરાન, ઇમ્તિયાજ, નવાબ અને મહંમદ પટેલને તલવારના ઘા વાગ્યા હતાં. આ સાથે અન્યોને પણ લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. સાથે ઘરમાં તોડફોડ પણ કરી મોતની ધમકી આપી હતી. તેવી જ રીતે સીદ્દીક બજારિયાએ પોલીસને જણાવ્યુ હતું કે, તેવી જ રીતે સીદ્દીક બજારિયાએ મુસ્લિમ મદ્રેસા મજલીસ(જલસા)ના કાર્યક્રમનો ટેન્ટ બંધાઇ રહ્યો હતો. ત્યારે રેહાના પટેલે આ તમારા ટેન્ટનો સામાન અહીંથી હટાવી લો કહેતાં અમે તો માત્ર ટેન્ટ બાંધવા વાળા કારીગરો છીએ કહેતાં ઇરફાને ગાળો બોલી હતી. ટોળાએ ધસી આવી શકીલ બજારિયા, મોહંમદ બજારિયા, શકીલભાઇને તલવારથી ઘાયલ કર્યા હતાં. આ સાથે હબીબભાઇને લાકડીઓથી હુમલા ઉપરાંત પથ્થરમારો કરતાં અન્યો પણ ઘાયલ થયા હતાં. બંને પક્ષની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે 17 લોકો સામે સામસામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને પક્ષે કોની-કોની સામે ગુનો દાખલ થયો સાહીસ્તાબેને હુમલા મામલે શકીલ બજારિયા, સમીર ધામડ, સઇદ બજારિયા, હબીબ બજારિયા, મહંમદ બજારિયા, સઉદ બજારિયા, નવાજ મજીદ અને હસન બજારિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સીદ્દીકભાઇએ ઇરફાન પટેલ, ઇમરાન પટેલ, જુનેદ પટેલ, હબીબ પટેલ,અરબાઝ પટેલ, મહોમ્મદરફીક ઉર્ફે કાળુ પટેલ, નબાવ પટેલ, બાબુ પટેલ અને ગુડ્ડુ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.