
ગરબાડા,ગરબાડા તાલુકાના નળવાઈ ગામ પાસે બાઇક અને મોપેડ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને વાહનોના ચાલકોને ઇજાઓ પહોંચી હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને 108 મારફતે ગરબાડાના નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.