ખેડૂત ભાઈઓ, બહેનોને સ્વનિર્ભર માટે સેમિનાર યોજાયો

દાહોદ, દાહોદની બાગાયત નિયામકની કચેરી, દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના સહયોગ દ્વારા આત્મા પ્રોજેકટ અંતર્ગત સ્વરોજગાર અંગે સેમિનાર કચેરીનાં સુપર વાઇઝર મયંકભાઈ સુથારના માર્ગદર્શન થી યોજાયો.

સેમિનારમાં ખેતી વિષયક બાગાયતી લોનની વિસ્તૃત જાણ કારી મયંક ભાઈ સુથારે, લઘુ, સૂક્ષ્મ અને મધ્ય લોનની જાણકારી ઈ.ડી.પી.ઈન્ચાર્જ રતનસિંહ બામણિયા એ અને રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકીએ પશુપાલન લોન, એસ.એચ.જી લોન, હપ્તા નિયમિત ભરવાના ફાયદાની જાણકારી આપી હતી. સેમિનારના 40 જેટલી મહિલા અને પુરૂષોએ લાભ લીધો હતો.