દે.બારીઆના કાપડી બજારમાં નાણાંની લેવડદેવડમાં ટોળાએ હુમલો કરતાં 9 વ્યકિતઓને ઈજાઓ

દાહોદ દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં નાણાંની લેવડ દેવડ મામલે 18 જેટલા મહિલા સહિતના ટોળાએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે લોખંડની પાઈપ, લાકડીઓ વિગેરે જેવા મારક હથિયારો સાથે એક વ્યક્તિના ઘરે ટોળુ ઘસી આવી પરિવારના મહિલા સહિત 09 વ્યક્તિઓને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દેવગઢ બારીઆ નગરના કાપડી પિંજારા ફળિયામાં રહેતાં નસીરભાઈ મજીતભાઈ શુક્લા, ઈરફાનભાઈ મજીકભાઈ શુક્લા, ઈમ્તીયાજ મજીત શુક્લા, ઈમરાન ઈબ્રાહિમ શુક્લા, શાહરૂખ ઈશાક શુક્લા, હકિમ અયુબ શુક્લા, ઈમ્તિયાઝ ઉર્ફે કાળો ઈસુબભાઈ શુક્લા, આરિફ ઈસુબ શુક્લા, જહિર સલીમ પીજારા, સલમાન સલીમ પીજારા, તૈયબ મુસા પટેલ, સમીર ઈબ્રાહિમ ચાંદા, સુફિયાન દાઉન સલાટ, મુમતાજ નિશાર શુક્લા, મુમતાજ ઉર્ફે નાનીબેન દાઉદભાઈ શુક્લા, અફસાના ઈમરાન ઈબ્રાહિમ શુક્લા, હસિના ઈમ્તિયાજ ઉર્ફે કાળો ઈસુબભાઈ શુક્લા તથા અન્ય ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે લોખંડની પાઈપ, લાકડીઓ વિગેરે જેવા મારક હથિયારો સાથે પોતાના વિસ્તારમાં રહેતાં અજીજભાઈ ઉર્ફે અજીત આદમભાઈ પટેલના ઘરે ગત તા.28મી ફેબ્રુઆરીના રોજ ઉપરોક્ત ટોળુ ઘસી આવ્યું હતું અને અજીતભાઈ ઉર્ફે અજીત તથા તેમના પરિવારજનોને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો કેવા અમારી જોડે રૂા.10,900 માંગો છો, તમોને રૂપિયા તો આપી દીધાં હવે કેવા રૂપિયા માંગો છો, આજે તો તમોને જીવતાં છોડવાના નથી, તેમ કહી ઉપરોક્ત ઈસમોએ હુલ્લડ કરી ઉપરોક્ત તમામ ઈસમોએ પોતાના સમાન ઉદ્દેશ્ય પાર પાડવાના હેતુથી અજીજભાઈ ઉર્ફે અજીતને, રાબીયાબેન, આફ્રિદી, મુમતાજબેન, મુમતાજ ઈસ્માઈલ પટેલ, સોયેબ ઈશાભાઈ પટેલ, સાદિક અયુબ પટેલ, રીજવાના ફેજાન પટેલ અને આસીયાબેન ઈસ્માઈલભાઈ આદમભાઈ પટેલનાઓને લોખંડની પાઈપ વડે, લાકડી વડે, લાતો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી, આજે તો તમોને જીવતા છોડ્યા છીએ, હવે પછી પૈસા માંગવા આવશો તો તમોને જીવતા છોડીશું નહીં, તેવી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

આ સંબંધે ઈજાગ્રસ્ત અજીજભાઈ ઉર્ફે અજીત આદમભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.