પાવાગઢ ખાતે તહેવારોને લઈ લાખો માઇભક્તો માતાજીના દર્શન અર્થે ઉમટયા.

પાવાગઢ ખાતે તહેવારોને લઈ લાખો માઇભક્તો માતાજીના દર્શન અર્થે ઉમટયા.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને છેલ્લા બે દિવસથી લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે.જેમાં ગઈકાલે નવા વર્ષના આરંભને લઈ બે લાખ ઉપરાંત માઇ ભક્તોએ માતાજીના દર્શન કરી નવા વર્ષનો શુભારંભ કર્યો હતો.જ્યારે આજે ભાઈબીજના પાવન પર્વને અનુલક્ષીને પાવાગઢ ખાતે સાંજ સુધીમાં ત્રણ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટીયા હતા.જેમાં આજરોજ વહેલી સવારથી જ પાવાગઢ ખાતે યાત્રિકોનો પ્રવાહ શરૂ થયો હતો.

જેમાં વહેલી સવારથી લાખો યાત્રિકો પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા.પાવાગઢની તળેટીથી ચાંપાનેર,માંચી અને ડુંગર પર માતાજીના મંદિર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ ઉભરાયું હતું.જ્યારે હજારોની સંખ્યામાં ખાનગી વાહનો પાવાગઢ ખાતે આવતાં તમામ પાર્કિંગો ફુલ થઈ જતા મુખ્ય હાઇવે રોડ પર પાવાગઢથી શિવરાજપુર તરફ તેમજ હાલોલ તરફ અને વડા તળાવ તરફ રસ્તાની સાઇડો માં વાહનોની લાંબી કતારો થી પાર્કિંગ ફૂલ થઈ જવા પામી હતી.જ્યારે યાત્રિકોના ઘસારાને પગલે પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ આર.જે . જાડેજાની આગેવાનીમાં સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ તંત્ર સમગ્ર દિવસ દરમિયાન યાત્રીકોની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાને જાળવવા માટે તેનાત રહી હતી અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી.જ્યારે મા કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા પણ ત્રણ લાખ ઉપરાંત યાત્રિકોને સહુલત સાથે મંદિરમાં પ્રવેશ આપી આવકાર ભર્યા માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા.