ગોધરા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા મોરારજી દેસાઈ જન્મ જયંતિ એ હારમાળા ચડાવી શ્રધ્ધા સુમન અર્પણ કરાઈ

ગોધરા, ભારતના પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર સ્વ. મોરારજી દેસાઇની જન્મ જયંતી નિમિત્તે ગોધરા ખાતે જીલ્લા કોંગ્રેસના પીઢ કાર્યકર ચંદ્રકાંત પંડ્યાના હસ્તે હારમાળા ચડાવી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ જી.કો. પ્રમુખ અજીતસિંહ ભાટી, યુવા કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ, જીલ્લા કોંગ્રેસના આબીદ શેખ, ઉમેશ શાહ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.