કાલોલ તાલુકાના વ્યાસડા ગામે આર.ટી.આઈ. કરનાર ઉપર હુમલામાં ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના વ્યાસડા ગામના વિકાસના કામોમા ભ્રષ્ટાચાર બાબતે છેલ્લા ઘણાં સમયથી રજૂઆતો અને આવેદનપત્ર આપવામાં આવેલા છે. કાલોલ તાલુકાના માજી પ્રમુખ જયદેવસિંહ ઠાકોર જ્યારે સત્તા ઉપર હતા. ત્યારથી આ ગામમાં શૌચાલય તેમજ રોડ-રસ્તાના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો તેઓના જ ગામના ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા છે. ગ્રામજનોને મિડીયા બોલાવી સમગ્ર બાબતને ઉજાગર કરી હતી. જેની તંત્ર દ્વારા તપાસ કરતા પુન: યોગ્ય રીતે તપાસ કરાવવા ની પણ માંગ ઉઠી હતી. ત્યારે હાલમાં લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જીલ્લાના મોટા રાજકારણીઓ સાથે ઘરોબો રાખતા માજી પ્રમુખ સહિત 18 વ્યક્તિઓ સામે ગેરકાયદે મંડળી બનાવી એક સંપ કરી મારક હથિયારો સાથે મારામારી કરી તોડફોડ કરવાનો બનાવની ફરિયાદ નોંધાયેલ છે. નુપેશસિંહ પ્રતાપસિંહ પરમાર રહે. વ્યાસડા નિશાળ ફળીયુ તા.કાલોલ જી.પંચ અને હાલોલ જી.આઈ.ડી.સી મા આવેલ લક્કી ઇન્ડસ્ટ્રીજ કંપનીમાં સી.એન.સી, ડીપાર્ટમેન્ટમાં ઓપરેટર તરીકે ખાનગી નોકરી કરતા ઈસમે વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદની વિગતો જોતા તા.31/05/2024 ના રોજ સાંજના કંપનીમાંથી છૂટીને 08/30 કલાકે આવીને તેઓ જમવા બેઠા હતા. તે સમયે તેમના કુટુંબી ભત્રીજા અનીકેતસિંહ શૈલેદ્રસિંહ ઠાકોરનાઓએ ફોન કરી વાત કરેલ કે, ગામમાં પરબડી ઉપર મારી સાથે તકરાર થયેલ છે, તેવી વાત કરતા ગામમા પરબડી ઉપર જઈ ને ત્યા જઈને જોયેલ તો આશરે પંદરથી વીસ માણસોનુ ટોળુ તેમના ભત્રીજા અનીકેતની આજુબાજુમા મારક હથીયારો લઈને ઉભા હતા. ભત્રીજાને શું થયુ તેમ પુછતાની સાથે જ કાલોલ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયદેવસિંહ રણજીતસિંહ ઠાકોરએ કહેલ કે તને ગ્રામ પંચાયતમાં કામોને લગતી આર.ટી.આઈ. કરવાનો અને અમારી વિરૂધ્ધ પોસ્ટો મુકવાનો બહુ શોખ છે, તો આજે તમારા બન્નેના ટાંટીયા તોડી નાખવાના છે અને જાનથી મારી નાખવાના છે, તેમ કહેતાની સાથે ત્યાં ઉભેલા રવિન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઠાકોરએ મારા ભત્રીજાનું ગળું દબાવી તથા જયદ્રથસિંહ કિરમીતસિંહ ઠાકોર સ્ટમ્પ વડે તથા પ્રદ્યુમન સિંહ કિમીતસિંહ ઠાકોર બેટ વડે તથા દેવેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઠાકોર નીલગીરીના ઠંડા વડે હુમલો કરેલ હતો તથા કૌશીકસિંહ દિલીપસિંહ રાઉલજીએ પણ તેઓના ભત્રીજાને માર મારેલ હતો. ભત્રીજ ને છોડાવતા હતા. ત્યારે કૌશીકસિંહ રાઉલજી નાએ ફરિયાદીને ગાલના ઉપરના ભાગે થપ્પડો મારેલ તેમજ બરડાના ભાગે ગડદાપાટુ મારેલ અને સાથેના વાસુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઠાકોરએ પીઠ પાછળ પાવડાના ઘા મારેલ હતા તથા પરબડીના બાકડા આગળ ઉભેલા પ્રહલાદસિંહ વનરાજસિંહ ઠાકોરે આ બનાવ નજરે જોયો હતો. ત્યાર બાદ વધારે મારની બીકથી તેઓ તેમના ભત્રીજાને લઈ ઘરે જતા રહેલ અને ઘરે સંતાઇ ગયેલ હતા. ત્યાર પછી માજી પ્રમુખ જયદેવિસંહ રણજીતસિંહ ઠાકોર તથા ગજેન્દ્રસિંહ કેશરીસિંહ ઠાકોર તથા જયેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોર તથા મહીપાલસિંહ પ્રતાપસિંહ ઠાકોર તથા ધમેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોર તથા અર્જુનસિંહ પ્રતાપસિંહ ઠાકોર (ગુજરાત સમાચાર નો પત્રકાર) ટોળુ વળી બુમ બરાડા સાથે કલકારીઓ કરી બિભત્સ ગાળો બોલતા બોલતા ફરિયાદીના ધરે આવેલ તેમા જયદેવસિંહ રણજીતસિંહ ઠાકોર તેવુ કહેલ કે આ બન્નેને ઘર માંથી બહાર કાઢો તેમને અમારા વિરૂધ્ધ ગ્રામ પંચાયતમાં આર.ટી.આઇ. કરી ભ્રષ્ટાચાર અભિયાન ચલાવવાનો અને અમારી ઉપર પોસ્ટો મુકવાનો બહુ શોખ છે, તેમ બિભત્સ ગાળો બોલેલ હતા. આ વાતનું સમર્થન ગજેન્દ્રસિંહ કેસરીસિંહ ઠાકોર નાઓએ આપેલ હતું. ત્યા ઉભેલા ઇન્દ્રજીતસિંહ પ્રતાપસિંહ ઠાકોર ફરિયાદીના ઘરનો દરવાજો બંધ હોવાથી બિભત્સ ગાળો બોલીને દરવાજાને લાતો મારી તોડવાનો પ્રયાસ કરેલો તથા મહીપાલસિંહ પ્રતાપસિંહ ઠાકોરનાએ ધારીયા વડે ઘરનું વિજ મીટર તથા ટુબલાઈટો તોડી લાઇટ બંધ કરી દીધેલ હતું તથા કુણાલસિંહ હૈમેન્દ્રસિંહ ઠાકોરે સ્ટમ્પ વડે તથા ભવ્યરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ઠાકોર સ્ટમ્પ વડે તથા વિશ્ર્વજીતસિંહ ગુલાબસિંહ ઠાકોર નીલગીરીના ડંડા વડે તેમના ઘરના ઘર વખરીનો સામાનની તોડ ફોડ કરેલ હતી. ગજેન્દ્રસિંહ ઠાકોર તથા ઇન્દ્રજીતસિંહ ઠાકોર તથા અન્ય ઇસમોએ ઘરને આગ લગાવવાનું જાણાવેલ હતું. તેમાં રાહુલસિંહ દીલીપસિંહ રાઉલજી તથા ભવ્યરાજસિંહ ઈન્દ્રજીતસિંહ ઠાકોરનાએ માત્ર ઘરને આગળના ભાગે આગથી સળગાવી હતી. તેવામાં ફરિયાદી ની માતા જે આ બનાવને રોકવા માટે જતાં તેમની માતાને જયેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોર તથા ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ ઠાકોરે ધક્કો મારી નીચે પાડી દિધેલ હતા. ત્યાં ઉભેલા રમીલાબેન દિલિપસિંહ રાઉલજી દાતરડુ તેમની માતાના ઉભા રાખીને ગેબી માર માર્યો હતો તથા કૌશીકસિંહ દિલીપસિંહ રાઉલજી ડંડા વડે ઘરની બારીમાંથી બિભત્સ ગાળો બોલી દંડા થી તોડફોડ કરી ત્યારબાદ અર્જુનસિંહ પ્રતાપસિંહ ઠાકોર પત્રકાર તથા અન્ય ઇસમો ઘર ઉપર પથ્થર મારો કરેલ હતો. આમ, બધા એકબીજા સાથે મળી ભયભીત વાતાવરણ ઉભું કર્યું હતું ત્યાં ઉપેદ્રસિંહ ભગવાનસિંહ ઠાકોરે આ બનાવ નજરે જોએલ હતો. ફરિયાદી તેની પત્નિ સુમનબેન નૃપેશસિંહ પરમાર તથા તેમનો ભત્રીજો અનીકેતસિંહ શૈલેદ્રસિહ ઠાકોર રડવા લાગેલ તેવામાં નૃપેશસિંહે સ્વરક્ષણ માટે 100 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવતા થોડીવારમાં પોલીસ ઘરે આવેલ હતી, તે પછી તેમની માતાને શરીરે ગેબી માર વાગેલ હોય જેથી 108 ને ફોન કરી બોલાવતા થોડી વારમાં 108 આવતા તેમાં તેઓને તેમના ભાભી રાજેશ્ર્વરીબેન શૈલેશસિંહ ઠાકોર નાઓ ગોધરા સિવીલ હોસ્ટપીટલમા દવા સારવાર માટે લઈ ગયેલ અને દવા સારવાર કરાવી ઘરે લાવેલ હતા. ત્યારબાદ આ બનાવ સબંધમાં વેજલપુર પોલીસ મથકે અરજી આપેલ અને હાલ ફરિયાદ નોંધાવતા કાલોલ તાલુકાના રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.