હાલોલ એડી.ડિસ્ટ્રીકટ સેશન્સ અને સ્પેશ્યલ પોકસો કોર્ટની ન્યાયીક કાર્યવાહીનું પેન કેમેરા અને મોબાઈલથી રેકોર્ડીંગ બે વકીલો કરતાં હતા

  • જજને શંકા જતાં પટાવાળાને સુચન કરતાં બે વકિલો નાશી જતાં ફરિયાદ.
  • બન્ને વકિલો વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ.

હાલોલ,હાલોલ એડી. સેશન્સ જજ અને સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કાર્યવાહીનું બે વકિલો દ્વારા પેન કેમેરા અને મોબાઈલ થી ગેરકાયદેસર રીતે રેકોર્ડીંગ કરી હોવાની એડી.સેશન્સ જજને શંકા જતા બન્ને વકિલને અટકમાં લેવા પટાવાળાને સુચના આપી હતી. પટાવાળા સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ જાંબુડી ગામે કોર્ટ સંકુલમાં એડી.સેશન્સ જજ એચ.બી.ત્રિવેદી કોર્ટ એડી.ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટ અને સ્પો.પોકસો કોર્ટમાં કેશ કાર્યવાહી ચાલતી હતી. ત્યારે બે વકિલ જીગ્નેશ જોશી, અને પરવેઝ રશેખ ઓ ભેગા મળીને કોર્ટ કાર્યવાહીનુંં પેન કેમેરા તથા મોબાઈલ કેમેરાથી વિડીયો રેકોર્ડીંગ કરી રહ્યા હતા. એડી.સેશન્સ જજ એચ.બી. ત્રિવેદી ન્યાયીક કાર્યવાહી કરતા હોય ત્યારે ઈરાદા પૂર્વક અપમાન કર્યું હતું. બન્ને વકિલોને અટકમાં લેવા પટાવાળા યશ સોલંકીને સુચના આપતા યશ સોલંકી બન્ને આરોપી વકિલોને રોકવા પટાવા યશ સોલંકી સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ધરપકડથી બચીને નાશી છુટીયા હતા. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે આરોપી વકિલ જીગ્નેશ જોશી અને પરવેઝ શેખ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.