ધાનપુર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધોડાઝર ગામે રોડની બાજુમાં પાણી પુરવઠા યોજનામાં ત્રણ મંજલી 1,25,000 લીટર પાણીની ક્ષમતા ધરાવતા નવીન ટાંકાનુ કામ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ કરતા આજુબાજુના લોકો આનંદમાં હતા. હવે વર્ષો બાદ પાણી મળશે ની આશાએ બેઠા હતા. પરંતુ આ ટાંકાની યોજના ઠગારી નીવડી કોન્ટ્રાકટર ટાંકાનુ કામ અધુરુ છોડી ભુગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાય છે કે, આ પાણી પુરવઠા યોજના ટાંકાની ધરે ધરે નલ સે જલ યોજના ઠગારી નીવડી છે. સ્થાનિકોએ ટાંકાના બાંધકામ માટે વારંવાર સ્થાનિક નેતાઓને પાણીના ટાંકાનુ કામ કયારે પુર્ણ થશે તેવી રજુઆતો કરવામાં આવી પણ તેઓનુ ઉચ્ચકક્ષાએ કોઈ સાંભળતુ ન હોવાનુ જાણવા મળ્યુ છે. લાખો રૂપિયાના પાણી પુરવઠા યોજનાના ટાંકા હાલ ધાનપુર તાલુકામાં અધુરા પડ્યા છે. સરકાર કરોડો રૂપિયા ધાનપુર તાલુકામાં પાણી પુરવઠા યોજનામાં ફાળવવામાં આવે છે પરંતુ મોટાભાગની યોજનાઓ સાકાર થતી જોવા મળતી નથી. ત્યારે આ અંગે કાર્યવાહી કરી જવાબદારો સામે પગલા ભરવા માંગ ઉઠી છે.