ગોધરા ગોવિંદી રોડ શ્યામલ સોસાયટીના બંધ મકાનમાંથી 23 હજારના ચાંદીના દાગીનાની ચોરી કરતા તસ્કરો

ગોધરા, ગોધરા ગોવિંદી રોડ શ્યામલ સોસાયટીના બંધ મકાનને ચોર ઈસમોએ નિશાન બનાવી દરવાજાનુ તાળુ તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી ચાંદીના દાગીના કિ.રૂ.23,353/-ની ચોરી કરી જતાં ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના ગોવિંદી રોડ શ્યામલ સોસાયટીમાં હરીશભાઈ ચંદુભાઈ બારીયાના બંધ મકાનને ચોર ઈસમોએ નિશાન બનાવ્યુ હતુ. ધરના દરવાજાનુ તાળુ તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલ ચાંદીના છડા, ચાંદીનુ મંગળસુત્ર, ચાંદીનો આંકડો, ચાંદીના સિકકા મળી કુલ 23,353/-રૂપિયાની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.