શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં ૭૯૦ પોઈન્ટ અને નિફ્ટી માં ૨૪૭ પોઈન્ટનો ઘટાડો

આજે 28 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં મોટો કડાકો થયો છે. PSU બેંક, રિયલ એસ્ટેટ, ઓટો, ઓઈલ અને ગેસ શેર્સમાં ભારે વેચવાલીના કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્લેષકોના મતે રોકાણકારો દ્વારા મોટા પાયા પર પ્રોફિટ બુકિંગ થયું છે.

આજે 28 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં મોટો કડાકો થયો છે. PSU બેંક, રિયલ એસ્ટેટ, ઓટો, ઓઈલ અને ગેસ શેર્સમાં ભારે વેચવાલીના કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્લેષકોના મતે રોકાણકારો દ્વારા મોટા પાયા પર પ્રોફિટ બુકિંગ થયું છે, જેની અસર સ્ટોક માર્કેટમાં જોવા મળી હતી.

આ ઉપરાંત આવતીકાલે ગુરુવારે ફ્યુચર્સ અને ઓપ્શન્સનો એક્સપાયરી ડે છે. જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ 1.08 ટકા અથવા 790 પોઇન્ટના ઘટાડા સાથે 72,304 પર બંધ થયો હતો.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીમાંથી 3 શેર લીલા નિશાન પર અને 27 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ નિફ્ટી 1.11 ટકા અથવા 247 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 21,951 પર બંધ થયો હતો. નિફ્ટી પેકના 50 શેર્સમાંથી 4 શેર લીલા નિશાન અને 46 શેર લાલ નિશાન પર બંધ થયા છે.

નિફ્ટીમાં સૌથી વધારે ઘટાડો પાવર ગ્રીડમાં 4.22 ટકા, બજાજ ઓટોમાં 3.82 ટકા, અપોલો હોસ્પિટલ્સમાં 3.77 ટકા, આઈશર મોટર્સમાં 3.57 ટકા અને ઈન્ડસઇન્ડ બેન્કમાં 3.15 ટકાનો થયો હતો. હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ઈન્ફોસિસ અને TCSના શેરમાં વધારો નોંધાયો હતો.

આજે સૌથી મોટો ઘટાડો નિફ્ટી મીડિયામાં 3.46 ટકા અને નિફ્ટી PSU બેન્કમાં 2.30 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓટો 2 ટકા, નિફ્ટી બેન્ક 1.34 ટકા, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ 1.03 ટકા, નિફ્ટી IT 0.34 ટકા, નિફ્ટી FMCG 0.89 ટકા, નિફ્ટી મેટલ 1.88 ટકા અને નિફ્ટી ફાર્મામાં 0.64 ટકાનો ઘટાડો થયો હતો.