અબુધાબી, અયોધ્યા બાદ અબુધાબીના હિન્દુ મંદિરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.બીએપીએસ દ્વારા નિર્મિત આ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ૧૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. હાલમાં આ મંદિરમાં વીઆઈપી ભક્તો આવે છે. પરંતુ હવે આ મંદિર ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. જાણો કઈ તારીખથી સામાન્ય ભક્તો દર્શન કરી શકશે.
અબુ ધાબીના હિન્દુ મંદિરના અધિકારીઓએ માહિતી આપી છે કે હવે ૧ માર્ચથી મંદિરના દરવાજા સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે. મંદિર બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સ્વામિનારાયણ સંસ્થાનું નિર્માણ દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવેના અબુ મુરીખાહમાં અલ રહબા પાસે કરવામાં આવ્યું છે. આ મંદિર ૨૭ એકર જમીનમાં ફેલાયેલું છે.
મંદિરના પ્રવક્તાએ કહ્યું, “૧ માર્ચથી, લોકો મંદિરના દર્શન કરી શકશે. મંદિર દર સોમવારે પ્રવાસીઓ માટે બંધ રહેશે.” લગભગ ૧૮ લાખ ઈંટોની મદદથી બનેલા યુએઈના પ્રથમ હિંદુ મંદિર માટે ભારતમાંથી ગંગા અને યમુનાના પવિત્ર જળ, રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોન અને લાકડાના ફનચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિર સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મંદિરનું નિર્માણ પ્રાચીન બાંધકામ શૈલી અનુસાર કરવામાં આવ્યું છે.યુએઈ સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી હતી.બીએપીએસના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે, “મંદિરના સાત શિખરો પર દેવતાઓની મૂર્તિઓ છે, જેમાં ભગવાન રામ, ભગવાન શિવ, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ (ભગવાનનો અવતાર માનવામાં આવે છે.), જેમાં તિરુપતિ બાલાજી અને ભગવાન શિવ. અયપ્પાનો સમાવેશ થાય છે.”
મંદિરમાં મહાભારત અને રામાયણ સિવાય ૧૫ અન્ય કથાઓ પણ દર્શાવવામાં આવી છે. આ વાર્તાઓમાં માયા, એઝટેક, ઇજિપ્તીયન, અરબી, યુરોપિયન, ચાઇનીઝ અને આફ્રિકન સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. મંદિરની બહારની દીવાલો ભારતથી લાવવામાં આવેલા રેતીના પથ્થરથી બનેલી છે.