અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે. ઓઢવ, નિકોલ, વાડજ અને સોલા વિસ્તારમાં તપાસ કરવામાં આવતા મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારુનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે વિવિધ સ્થળોએ રેડ પાડવામાં આવી છે.એસએમસીના દરોડામાં દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત થયો છે. કેટલાક બુટલેગર તેમજ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ફરીથી લિસ્ટેડ બુટલેગરો સક્રિય થયા છે અને શહેરમાં અનેક સ્થળો પર દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીના આધારે આ રેડ પાડવામાં આવી હતી.
સોલાના ચાંદલોડિયામાં રેલવેના છાપરામાં રેડ પાડી ૮ની ધરપકડ કરવામાં આવી છે. નિકોલમાં ૧૩,૪૦૫ રુપિયાના દારૂ સાથે ૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાડજમાં ૭૬,૬૨૦ રુપિયાના દારૂ સાથે ૧ આરોપીની ધરપકડ કરાઈ છે. વાડજમાં દારૂ છુપાવવા બનાવેલું ભોંયરું ઝડપાયું છે. ઓઢવ જીઆઇડીસીમાં ૨૩૦ લિટર દેશી દારૂ સહિત ૩ ની ધરપકડ કરી છે. ઓઢવ સ્મશાન રોડ પાસેના દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા. ૧૨૫ લિટર દારૂ સાથે અડ્ડો ચલાવનાર સહિત ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.