- ભારત માટે 111 વર્ષ પહેલા બાબા વેંગાએ વર્ષ 2022 માટે ભારત માટે કરી હતી આગાહી
- બાબા વેંગાએ વર્ષ 2022માં ભારતમાં તીડના હુમલા અને ભૂખમરાની આગાહી
- ધ સનના અહેવાલ મુજબ બાબા વેંગાએ 2022ની સાલ માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી
હવે વર્ષ 2022 સમાપ્ત થવામાં લગભગ 2 મહિના બાકી છે અને ફરી એકવાર બુલ્ગારિયાના ભવિષ્યવકતા બાબા વેંગાની આગાહીઓની ચર્ચા તેજ થઈ ગઈ છે.
ભારત માટે 111 વર્ષ પહેલા બાબા વેંગાએ વર્ષ 2022 માટે ભારત માટે એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આગામી 2 મહિનામાં સાચી પડી શકે છે. બાબા વેંગાની ભવિષ્યવાણીને લઈને લોકોમાં ડરનો માહોલ છે.
આ વર્ષે ભારતમાં ભૂખમરો આવી શકે છે
બાબા વેંગાએ વર્ષ 2022માં ભારતમાં તીડના હુમલા અને ભૂખમરાની આગાહી કરી હતી. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ 2022માં વિશ્વભરમાં તાપમાનમાં ઘટાડો થયા બાદ તીડનો પ્રકોપ વધશે. તીડનું ટોળું ભારત પર પણ હુમલો કરશે અને પાકનો નાશ કરશે. આના કારણે ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ભારે ભૂખમરો થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2022ને પૂરા થવાના માત્ર 2 મહિના જ બાકી છે.
બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી
ધ સનના અહેવાલ મુજબ બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા સિવાય કેટલાક એશિયન દેશોમાં પૂર, કેટલાક દેશોમાં પાણીની અછત, એલિયન હુમલાઓ, તીડના આક્રમણ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારાની આગાહી કરી હતી. આ સિવાય બાબા વેંગાએ સાઈબેરિયાથી નવા વાયરસના આગમનની આગાહી કરી હતી, જે કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક હોઈ શકે છે.
આ વર્ષે આ 2 આગાહીઓ સાચી પડી
વર્ષ 2022ને લઈને બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી 6 ભવિષ્યવાણીઓમાંથી 2 સાચી સાબિત થઈ છે. ઓસ્ટ્રેલિયા સિવાય તેમણે કેટલાક એશિયન દેશોમાં પૂરની આગાહી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. તાજેતરના દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં પૂર આવ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં પણ પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને એક હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય બાબા વેંગાએ કેટલાક દેશોમાં પાણીની અછતની આગાહી કરી હતી જે સાચી પડી છે. પોર્ટુગલ અને ઇટાલીના ઘણા શહેરોએ આ વર્ષે દુષ્કાળનો સામનો કર્યો છે અને પાણીની અછતનો સામનો કરવો પડ્યો છે.