ગોધરા તાલુકાના તોરણા ગૃપ ગ્રામ પંચાયતના ભાટપુરાના મહિલા સરપંચ અને સભ્ય વચ્ચે વિકાસના કામોને લઈ મારામારી થતાં સામસામે ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાઇ

ગોધરા, ગોધરા તાલુકાના તોરણા ગૃપ ગ્રામ પંચાયતમાં આવતાં ભાટપુરા ગામે મહિલા સરપંચ અને સભ્ય વચ્ચે વિકાસના કામોને બોલાચાલી કરી એકબીજા સાથે સામસામી મારામારી કરતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના તોરણા ગૃપ ગ્રામ પંચાયતના ભાટપુરા ગામે રહેતા સુરતાબેન શૈલેષભાઇ પરમાર જે સરપંંચ તરીકે હોય અને સભ્ય હોય તેઓ અવારનવાર ઝગડો કરી તારે તારા પતિને લઈને પંચાયતમાં જવુું નહિ અને મને પુછયા વગર ઠરાવ કે બીલ પાસેથી ઉછીના પૈસા માંગતા 1,20,000/-મોબાઈલ ફોનથી ટ્રાન્સફર આપ્યા હતા. ઉછીના આપેલ પૈસા પરત માંગતા આવતો ન હતા. તેમજ તલાટીને પણ રૂબરૂમાં તેમજ ફોન ઉપર વાત કરી મને પુછયા વગર સરપંચ સાથે મળી ઠરાવ ઉપ સહી કરવી નથી. 26 ફેબ્રુઆરીના રોજ મોબાઈલ ઉપર સરપંચ પતિ શૈલેષભાઇને ફોન તેમ તલાટીને મારા વિશે ખોટી વાત કરો છો તેમ કહેલ જયારે મહિલા સરપંચ અને તેના પતિ સાથે સભ્ય કલ્પેશના ધર પાસેથી પસાર થતાં હોય ત્યારે સભ્ય કલ્પેશ પરમાર અને અન્ય ઈસમો ગાળો આપી સરપંચના પતિ શૈલેષભાઇને બચકું ભરી તેમજ લાકડીથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાાવ પામી છે.

જ્યારે સામાપક્ષે કલ્પેશભાઇ દલપતસિંહ પરમાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તોરણા પંચાયતના સરપંચ સુરતાબેન અને તેના પતિ તેમજ અન્ય બે વ્યકિત મારા ધરે આવીને તું મારા કોઇ કામ થવા દેતો નથી તેમ કહી સુરતાબેનને લાકડી કમરના ભાગે મારી તેમજ અન્ય આરોપીઓ ગાળો આપી તેમજ મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે તોરણાના સરપંચ તેમના પતિ તેમજ અન્ય બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.