લીટલ ફ્લાવર્સ સ્કૂલ દાહોદ ખાતે SSC/HSC માર્ચ 2024 ની પરીક્ષા અંગેની બેઠક યોજાઈ

દાહોદ,લીટલ ફ્લાવર્સ સ્કૂલ દાહોદ ખાતે SSC/HSC માર્ચ 2024 ની પરીક્ષા અંગેની સ્થળ સંચાલકોની એક બેઠક જીલ્લા શિક્ષણધિકારી એસ.એલ. દામાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠક દરમ્યાન પરીક્ષા પહેલા અને પરીક્ષા પછી ધ્યાને રાખવાની વિગતોની વિસ્તૃત ચર્ચા ઙઙઝ ના માધ્યમ દ્વારા શિક્ષણ નિરીક્ષક રાકેશભાઈ ભોકણ દ્વારા કરવામાં આવી હતી.

ઉક્ત બેઠકમાં એસએસસી અને એચએસસીના કુલ ચાર ઝોનના ઝોનલ અધિકારીઓ તેમજ તમામ સ્થળ સંચાલકઓ હાજર રહ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા એ વિશેષ માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પરીક્ષાને એક પર્વ તરીકે લેવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધવાની સાથે તેઓ કોઈ પણ પ્રકારના તણાવ વગર મુક્ત પણે પરીક્ષા આપે તે જરૂરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લા વહીવટી તંત્ર ઉક્ત પરીક્ષાના સફળ આયોજન માટે સુસજ્જ થઈ ગયેલ છે તથા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.