ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ માળી દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે જાહેર રસ્તા પર વ્યાપાર કરનાર વ્યાપારી સાથે સંવાદ કર્યો

ઝાલોદ,તારીખ 27-02-2024 સાંજના પાંચ વાગ્યે મંગળવારના રોજ ઝાલોદ પોલીસ મથકમાં જાહેર રસ્તા પર વ્યાપાર કરનાર વ્યાપારી વર્ગ જોડે ટ્રાફિક અવેરનેસ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં પી.એસ.આઇ માળી દ્વારા નાના પથારા કે હાથલારી પર વેપાર કરનાર વ્યાપારી વર્ગ સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, જાહેર રસ્તાને અડચણ રૂપ આવી ટ્રાફિક થાય તે રીતે કોઈ પણ વ્યાપારી વેપાર ન કરે, કોઈ પણ વ્યાપારી પોતાની જવાબદારી સમજી રોડ રસ્તા ખુલ્લા રહે તે રીતે પોતાનો વ્યાપાર કરે. પી.એસ.આઇ માળી એ વધુમાં કહ્યું કે નગરની વસ્તીમાં ધીરે ધીરે વધારો થાય છે સાથે સાથે રોડ રસ્તા પર વ્યાપાર કરનાર વ્યાપારી વર્ગ પણ વધતા જાય છે અને નગરનું ટ્રાફિક પણ વધતું જાય છે. સંકુચિત જગ્યામાં બધું શકય નથી જેથી કોઈ પણ વ્યાપારી નગરમાં અડચણ રૂપ થાય તે રીતે હાથલારી , પથારા કે રીક્ષા પાર્કિંગ ન કરે તેનું ખાસ ધ્યાન રાખે. પોલીસ સદા સહુની મદદ માટે હોય છે. તેથી વ્યાપારીઓ પણ પોલીસને સહયોગ કરી કાયદો વ્યવસ્થા જાળવવામા મદદરૂપ થાય તેવો આગ્રહ કર્યો હતો.

દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક ટ્રાફિક અવેરનેસ અને દારૂ બંદી માટે સતત પ્રયત્નશીલ શીલ છે અને આ માટે ઝાલોદ નગરનો પોલીસ સ્ટાફ પણ આ અંગે સતત પ્રયત્ન કરી રહ્યું છે. જેથી કોઈ પણ વ્યાપારી જાહેર રસ્તાને અડચણરૂપ થાય તેમ વેપાર કરશે તો પોલીસ તેવા વ્યાપારી પર કાયદેસરની કાર્યવાહી કરશે તેવું પી.એસ.આઇ માળી એ જણાવ્યું હતું. ઉપસ્થિત દરેક વ્યાપારીઓ એ પણ પોલીસને સહયોગ આપી વ્યાપાર કરશે તેવી ખાત્રી આપી હતી.