શહેરા,શહેરા સિંધી ચોકડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નાછૂટકે રાહદારીઓ ને ગટરનું ગંદુ દુર્ગંધ મારતા પાણીમાંથી નીકળવાની ફરજ પડી રહી હતી.
શહેરા નગર પાલિકા વિસ્તારમા આવેલી સિંધી ચોકડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જવાના કારણે નાછૂટકે રાહદારીઓને ગટરનું ગંદુ દુર્ગંધ મારતા પાણી માંથી નીકળવાની ફરજ પડી રહી હતી. સતત વાહનોની અવરજવર અને મહત્વના બજાર તરફ જવાનો આ માર્ગ હોવાથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા પણ અનેક લોકો આ વિસ્તારમાં આવતા હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ બાબતને કેમ ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. જોકે, અહીંની આ સમસ્યા કાયમી હલ નહીં થાય તો આવી જ પરિસ્થિતિ આગામી દિવસોમાં આ વિસ્તારમાં રહેશે તો રોગચાળો ફાટી નીકળશે તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. જ્યારે રવી દેસરાણીના જણાવ્યા અનુસાર ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર આવી જતા બહુ જ દુર્ગંધ પણ મારે છે. આ સમસ્યા અમારી હલ થાય એવી આશા નગરપાલિકા પાસે હું રાખી રહ્યો છું. હાલતો અહી જોવા મળતી પરિસ્થિતિને જોતા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનુ નિરાકરણ લાવીને રસ્તા પર જોવા મળતા ગટર ના ગંદા પાણી દૂર કરીને અહીં દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે.