અકબર બળાત્કારી હતો, સુંદર છોકરીઓનું અપહરણ કરતો હતો

જયપુર, રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે અકબરને રેપિસ્ટ કહ્યા છે. તેમણે કહ્યું છે કે અકબર છોકરીઓનું અપહરણ કરતો હતો. તે બળાત્કારી હતો અને તેથી અકબરને પુસ્તકોમાં ભણાવવો જોઈએ નહીં.

શિક્ષણ મંત્રી મદન દિલાવરે વધુમાં કહ્યું કે, ’અકબર જરા પણ મહાન ન હતા. અકબર એક આક્રમક હતો, જે મીના બજારમાંથી સુંદર મહિલાઓ અને છોકરીઓનું અપહરણ કરતો હતો અને પછી તેમના પર બળાત્કાર કરતો હતો.

મદન દિલાવરે વધુમાં કહ્યું, ’અકબર બળાત્કારી હતો અને બળાત્કારી ક્યારેય મહાન ન હોઈ શકે. ભૂતકાળમાં જેમણે પુસ્તકો લખ્યા છે તેઓ ગુલામીની માનસિક્તા ધરાવતા હશે. તેથી તેઓએ તેનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો. હું દરેકની સમીક્ષા કરી રહ્યો છું. હું આ માટે એક કમિટી બનાવી રહ્યો છું. આ કમિટી ક્યાં ઈતિહાસને વિકૃત કરવામાં આવી રહી છે તેની માહિતી આપશે.

આ પહેલા પણ મદન દિલાવરના ઘણા નિવેદનો ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા શિક્ષણ મંત્રીએ શાળાઓમાં ડ્રેસ કોડ અંગે કડક્તા દાખવી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે શાળાઓમાં એક નિતિ ડ્રેસ કોડ હોય છે, તેને જ પહેરવાનું હોય છે. જો કોઈ આ આદેશોનું પાલન ન કરે તો સરકાર પણ આદેશોનું પાલન કરાવવા માટે આવે છે.

તેમણે કહ્યું હતું કે શાળાઓમાં ફરિયાદો મળી રહી છે, કેટલાક તેમના ચહેરા ઢાંકીને અને કેટલાક બુરખા સાથે જઈ રહ્યા છે. કાલે કોઈ હનુમાનજીના વેશમાં આવે તો. રાજયની શાળાઓમાં લાગુ કરાયેલા ડ્રેસ કોડ અંગે કડક પગલાં લેવાની વાત કરતાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આ અંગે કાયમી આદેશો છે. તેઓ અગાઉની સરકારમાં પણ હતા અને અત્યારે પણ છે. તમારે ફક્ત લાગુ પડતો ડ્રેસ કોડ જ પહેરવો પડશે.