વડાપ્રધાન મોદી માર્ચમાં અનંતનાગમાં જાહેર રેલી કરે તેવી સંભાવના

નવીદિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદી માર્ચમાં કાશ્મીરના દક્ષિણ જિલ્લાના અનંતનાગમાં જાહેર રેલીને સંબોધિત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

માનવામાં આવે છે કે પીએમ મોદી ૭ થી ૧૫ માર્ચ વચ્ચે કાશ્મીરની મુલાકાતે જવાના છે.વડાપ્રધાન દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધિત કરવા આવવાના છે, તેમણે કહ્યું પીએમની મુલાકાતની જાણકારી ધરાવતા બીજેપીના એક નેતાએ કહ્યું કે બીજેપીનું કાશ્મીર યુનિટ વડાપ્રધાનને શ્રીનગરમાં પણ રેલીને સંબોધિત કરવા વિનંતી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે શ્રીનગર રેલી અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે પીએમ મોદી ૭ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે ગમે ત્યારે કાશ્મીર પહોંચી જશે. તેમણે કહ્યું કે છેલ્લી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જો પીએમ મોદી માર્ચમાં ફરી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લે છે, તો એક મહિનામાં આ તેમની બીજી મુલાકાત હશે. આ પહેલા ૨૦ ફેબ્રુઆરીએ પીએમ મોદીએ જમ્મુમાં એક વિશાળ જાહેર રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે ૩૨૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.