અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ૪૦ ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવાઇ

અમદાવાદ, લોક્સભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ૨૬ લોક્સભા બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોક્સભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. જેમાં ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. પશ્ચિમ બેઠક પર ર્ડાં. કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દીનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ર્ડાક્ટર સેલના સભ્ય કીત વડાલીયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી SC નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર SC  મોચરા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા તેમજ શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીને દાવેદારી નોંધાવી હતી.

અમદાવાદ પશ્ચિમ લોક્સભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પશ્ર્ચિમ લોક્સભા બેઠક માટે સિનીયર ભાજપનાં કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ગાયક કલાકાર અરવિંદ વેગડાએ પણ પશ્ર્ચિમ લોક્સભા બેઠક માટે દાવેદારી કરી છે. આ બાબતે અરવિંદ વેગડાએ નિવેદન આપ્યું હતું કે, પાર્ટી જે નિર્ણય કરશે એની સાથે હું રહીશ. તેમજ સમાજ પ્રત્યે અને લોકોને ખબર પડે કે આ વ્યક્તિ ચૂંટણી લડવા સક્ષમ છે. પાર્ટીનાં દરેક નેતા સક્ષમ છે. પણ પાર્ટી જે નક્કી કરશે તે યોગ્ય નિર્ણય રહેશે. પાર્ટી મને મોકો આપશે તો હું પશ્ચિમ લોક્સભા માટે સારૂ કામ કરીશ. મને મોકો મળે તો લોકો માટે અને સમાજ માટે કામ કરીશ. મને કોઈ આશા નથી અને આશા રાખ્યા વગર અહીંયા આવ્યો છું. પાર્ટી દરેક જગ્યા પર કોઈ વ્યક્તિને મુક્તા હોય છે. કોઈ નેતા કે વ્યક્તિને ૩ ટર્મ સુધી મુકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ મુક્તા હશે. વિસ્તારમાં કંઈ ખૂટતું હોય એવું નથી. પણ વિસ્તારનાં વિકાસને વધુ આગળ લઈ જવામાં કામ કરવા સક્ષમ હોય તો ટિકિટ મળવી જોઈએ.