દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટી અસાયડી ગામે લેબર કોન્ટ્રાક્ટર તરીકે એક પોરબંદરના એક કોન્ટ્રાક્ટરને પાણીના ઉંચા આરસીસી ટાંકાનું નવિન બાંધકામ કરવા આપતાં આ બાંધકામ દરમ્યાન પોરબંદરના કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનો કોન્ટ્રાક્ટ આપનાર કોન્ટ્રાક્ટરના સરસામાન તેમજ ઓજારો મળી જેની કુલ કિંમત રૂા.3,26,000ના સાધનોની સ્થળ પરથી ઉચાપત કરી પરત નહીં કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.પોરબંદર જિલ્લાના કુતીયાણા તાલુકામાં મૈયરા ગામે રહેતાં મહેશભાઈ કાંન્તીભાઈ રાઠોડે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે રહેતાં પ્રવિણકુમાર પાલાભાઈ મારૂ તથા તેમના સહ સાથી પાસેથી દેવગઢ બારીઆ તાલુકાના મોટી અસાયડી ગામે પાણીના ઉંચા આરસીસી ટાંકાનું નવિન બાંધકામ કરવા કામ રાખ્યું હતું. ગત તા.10 અને 11મી જાન્યુઆરીના રોજ આ બાંધકામ દરમ્યાન પ્રવિણકુમાર દ્વારા મહેશભાઈને બાંધકામમાં ઉપયોગ માટે પોતાના સરસામાન, ચીજવસ્તુઓ જેવી કે, મીક્ષર મશીન, પાણીનું ટેન્કર, લોખંડ, સળીયા કાપવાનું ગ્રાઈન્ડર મશીન, લોખંડ, સળીયા સીધા કરવા માટેના લોખંડના ડાંગ, લોખંડની હથોડા, હથોડી, એક લોખંડની ઘણ, સેન્ટીંગ માટેની પ્લેટો વિગેરે સરસામાન, ઓજારો મળી જેની કુલ રૂા.3,26,000નો સરસામાન મહેશભાઈએ પોતે સ્થળ ઉપરથી ઉચાપત કરી લઈ જઈ બે દિવસમાં તમારો તમામ સરસામાન હું પરત આપી દઈશ, તેવુ જણાવી ઉપરોક્ત સરસામાન આફી દેવા માટે પ્રવિણભાઈને પાકો વિશ્વાસ આપી પરંતુ સરસામાન પરત ન કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે પ્રવિણકુમાર પાલાભાઈ મારૂે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.