- તપેલું નંગ 1,કડાઈ નંગ 1 ગ્લાસ નંગ 10 કુકર નંગ 1 થાળીઓ નંગ 6 ચમચો 1 ભાતિયા.
- વાસણોના 4,27,400ની રકમ સામે 1,64,000ની ખરીદી બાકીની રકમ ઉચાપત
સંજેલી,પોષણ સુધા યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓમાં પાંડુરોગ તેમજ તેઓની પોષણ સ્થિતિમાં અને પ્રસ્તુતિના પરિણામોમાં સુધારા લાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ત્યારે આંગણવાડી કેન્દ્રમાં પોષણ સુધા યોજનામાં સગર્ભા,ધાત્રી માતાઓને ભોજન જમવા માટે વાસણોની સમસ્યાને લઈ ભારે મુશ્કેલી પડતી હોવાને લઈ અનેક રજૂઆતો કરાઈ હતી ત્યારે સરકાર દ્વારા આંગણવાડી બહેનોના ખાતામાં પોષણ સુધા યોજનાના વાસણોની ખરીદી માટે રકમ ફાળવવામાં આવી હતી જેમાં પોષણ સુધા યોજનાના વાસણોની ખરીદી માટે 4,27,400 જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી જેમાં સંજેલી તાલુકામાં 137 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે પોષણ સુધા યોજનામાં સગર્ભા,ધાત્રી માતાઓ માટે ભોજન બનાવી જમાડવા માટે વાસણો ખરીદી કરવા માટે આંગણવાડી વર્કર બહેનોના ખાતામાં કેન્દ્રદિત 3100 જમા થયાં હતા.જે વાસણોની ખરીદી આંગણવાડી વર્કર બહેનોને કરવાની હતી પરંતુ આઈસીડીએસ ના ઇશારે ચાલતા આ કેન્દ્રના બહેનોને ગોળ ગોળ વાત કરી ઉપરથી વાસણો ખરીદવાના છે કહી સુપરવાઇઝર દ્વારા સેજાવાઈ મીટીંગ કરવામાં આવી અને દરેક સેજામાં ઉઘરાણુ કરવા એક બહેનને તૈયાર કરવામાં આવ્યા અને બધા વર્કર બહેનો પાસેથી સરકાર દ્વારા નાખવામાં આવેલી રકમ 3100 કેન્દ્ર દિઠ ઉઘરાવીને સંજેલી આઇસીડીએસ ખાતે જમા કરાવ્યા અને આઇસીડીએસ ના કર્મચારી દ્વારા વાસણોની ખરીદી કરવામાં આવી અને વાસણો કેન્દ્રો વાઈ મોકલી આપવામાં આવ્યા. તપેલું નંગ 1,કડાઈ નંગ 1 ગ્લાસ નંગ 10 કુકર નંગ 1 થાળીઓ નંગ 6 અને ચમચો 1 ભાતિયા સહિતનો માલ બાકીની રકમની ઉચાપત કરવામાં આવી એજન્સી અને સુપરવાઇઝરની મિલી ભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ?વાસણો માટે 427,400 ની ખરીદી સામે ફક્ત 1,64 હજારની જ ખરીદી કરવામાં આવી. જવાબદાર અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્ર દીઠ વાસણોની તપાસ કરવામાં આવે તેમજ કઈ એજન્સીમાંથી વાસણોની ખરીદી કરવામાં આવી અને કોને વાસણો ખરીદ્યા તેની તાત્કાલિક કાયદેસર તપાસ કરવામાં આવે તેવી તેવી માંગ ઉઠવા પામી છે. પોષણ સુધા યોજનામાં વાસણોની રકમમાં લાલિયા વાડી સામે આવી બરોબાર રકમ ચાવ કરવામાં આવી છે. કેન્દ્રદિત 3100 ની ખરીદી કરવાને બદલે ફક્ત કેન્દ્ર દીઠ 1200ની જ ખરીદી કરવામાં આવી છે બહેનો દ્વારા અનેકવાર આઈસીડીએસ માં રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આ બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતા રજૂઆત કરનાર બહેનોને ધમકાવવામાં આવતી હોવાનું કેટલાક નારાજ બહેનોએ પોતાનું નામ ન આપવાને લઈ પોષણ સુધા યોજનામાં ગોટાળા વિશે માહિતી આપી હતી આ બાબતે સુપરવાઇઝર સીડીપીઓ સહિત પોષણ સુધા બહેનને પૂછતા અમને ખબર નથી પેલા બેન ને પૂછો કહી ગોળ ગોળ જવાબ આપી એકબીજાને માથે ટોપલુ ચડાવતા હોય તેમ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. સુપરવાઇઝર તેમજ સીડીપીઓ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે જિલ્લા કક્ષાએથી આંગણવાડી તેમજ એજન્સીની કાયદેસરની તપાસ કરવામાં આવે તો મસ મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.
શપોષણ સુધા યોજનામાં વાસણો માટે આંગણવાડી દીઠ 3100 જમા થયાં હતા તે રૂપિયા મીટીંગ રાખી બધા બહેનોના ઉઘરાવી આઇસીડીએસ માં વાસણોના પૈસા જમા કરાવ્યા હતા અને અમને વાસણો તકલાદી અને ઓછો મળ્યો.
નામ ન આપવાની શરત કરી માહિતી આપતા વર્કરબેને એ કહ્યું પોષણ સુધાના વાસણોના 3100 અમારા ખાતા માં જમા થયાં હતા તે રૂપિયા શભમત માં જમા કરાવ્યા અને અમને આ વાસણો ઓછા આપીયા છે પણ શું કરીએ ઓફિસથી આટલા જ ફાળવિયા છે અમે વધારે બોલીએ તો મિટિંગમાં ધમકાવે છે