ઝાલોદ,ઝાલોદ નગરના ખાટવાડા વિસ્તાર તેમજ આંબેડકર ચોક થી ખાટવાડા જતા મુખ્ય રસ્તા પર એક ગટર લાઈન આવેલ છે. આ ગટર લાઈન ને સાફ સફાઈ કરવા નગરપાલિકા દ્વારા આ ખુલ્લી ગટરની ઉપર એક જાળી મુકવામાં આવેલ છે. આ જાળી કેટલાક સમયથી તુટી ગયેલ છે અને ગટરની અંદર બેસી ગયેલ છે. આ ખાટવાડા વિસ્તાર ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર છે જેથી આ તુટી ગયેલ જાળીની ઉપર થી જો વધુ અવર જવર કે ભારી વાહન નીકળે તો આ જાળી તૂટી જાય અને કોઈ વાહન ફસાઈ જાય તેવું સ્પષ્ટ જોવા મળે છે. આ તૂટી ગયેલ જાળીને લઈ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા સત્વરે આ તૂટી ગયેલ જાળીની જગ્યાએ તાત્કાલિક નવી જાળી બેસાડે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય. આ તુટી ગયેલ જાળીને લઈ અહીંથી નીકળતા દરેક વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જેથી નગરપાલિકા સત્વરે આ તુટી ગયેલ જાળીની જગ્યાએ નવી જાળી બેસાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.