સંજેલી તાલુકાના હિરોલા પંચાયતમાં આદિવાસી સમાજ સુધારણાની બેઠક યોજાઈ

સંજેલી,સંજેલી તાલુકાના હિરોલા ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજ દ્વારા રંગલીઘાટી મંદિર આગળ આદિવાસી સમાજ બેસીને કષ્ટભંજન હનુમાનની સાક્ષીમાં સમાજ સુધારાને લઇ મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં આદિવાસી સમાજ સીવાય

બીજા કોઈ અન્ય સમાજ મા છોકરીના લગ્ન કરવા નહિ, ડી.જે બંધ, અને દારૂ જેવી અન્ય વેસન વસ્તુ બંધ રાખવી, દહેજ મા 151001 ખર્ચ પેટે, 3 તોલા સોનુ,500 ગ્રામ ચાંદી, ભાગજેડ વર પક્ષથી 3000 ક્ધયા પક્ષ તરફ થી 2500 રુપિયા લેવાના રહેસે, વધુમાં અલ્કેશ કટારાએ કહ્યું કે મારી છોકરીનું દહેજ પેટે એક કંકુના ચાંદલે લગ્ન કરાવીશ તેમ વાત કરી હતી હું મારી છોકરીનું દહેજ પેટે કશું લઈશ નહિ તેમ કહ્યું અને તમે પણ તમારી છોકરીઓનું દહેજ ઓછું લો તેવી અપીલ વડીલો અને આગેવાનો વચ્ચે જણાવ્યું હતું.હિરોલા ગામની પંચ રૂબરૂ મુખ્ય આગેવાનોની રૂબરૂ માજી તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડા, પારૂભાઈ દલજીભાઈ કિશોરી, ગીરીશભાઈ સમસુભાઈ બાબુભાઈ, રમસુભાઈ રમણભાઈ ભાભોર, રાજુભાઈ સંગાડા ભુંડાભાઈ અને સંજેલી બીજેબી આદિજાતી મોરચા પ્રમુખ અલ્કેશ કટારા સહિત ગ્રામ જનના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.