ગોધરા સિંધી સમાજનો તાજ મુરલીભાઈ મુલચંદાણી નાં શિર

ગુજરાતમાં સિંધી સમાજની વધુ વસ્તી ધરાવતા શહેરો માં સમાવિષ્ટ ગોધરા શહેરમાં સિંધી સમાજની સેવા અને જનકલ્યાણ હેતુ માટે સમર્પિત રહેનાર પ્રખર સમાજ સેવક શ્રી મુરલીભાઈ મુલચંદાણી ની સિંધી સમાજનાં પ્રમુખ તરીકે જંગી બહુમતી થી પસંદગી કરવામાં આવી છે.

ગોધરા શહેરમાં સિંધી સમાજની ચૂંટણી યોજવમાં આવેલ હતી. ગોધરા શહેર લાડી લોહાણા પંચાયતના પ્રમુખ પદે બે ઉમેદવારો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી. જેમાં ગોધરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપનાર મુરલીભાઈ મુલચંદાણી નો ભવ્ય વિજય થયેલ હતો. આ ચૂંટણી સમયે સિંધી સમાજનાં વડીલો, યુવાઓ સ્વંયભૂ મત આપવા નીકળી પડ્યા હતા. અને દરેકનાં મુખે અબકી બાર મુરલી સરકાર સાથે વિજય સરઘસમાં પણ મુરલી હૈ, તો મુમકિન હૈ, એક અકેલા સબ પર ભારી, મુરલી કા સાથ સમાજ કા વિકાસ જેવા નારાઓ લગાવતા જોવા મળ્યા હતા.

મુરલીભાઈ મુલચંદાણી દ્વારા પોતાના વિજય સમાજના તમામ વડીલો અને યુવાઓને સમર્પિત કરી જણાવેલ કે આગમી સમયમાં સમાજના નાનામાં નાના લોકો સાથે જન સંપર્ક કરી તેઓને સિંધી સમાજ તરફથી તન, મન અને ધન થી સેવા પૂરી પાડીશ. સમાજનો વિકાસ અને વિસ્તાર થાય તેવા કામો કરીશું. અને આપણા સમાજ ગોધરા સહિત સમગ્ર દેશમાં નામના મેળવે તેવા પ્રયત્નો કરીશગોધરા લાડી લુહાણા સિંધી સમાજના હોદેદારોમાં શ્રી મનુભાઈ ભગત, શ્રી ખુંબચંદ. કટારીયા, શ્રી જયપાલ તારાણી ની સમાજના ઉપપ્રમુખ તરીકે, શ્રી દિનેશ સેવાની ની જનરલ સેક્રેટરી, રાજુભાઈ લાલવાણી, જોઇંન્ટ સેક્રેટરી અને વિષ્ણુભાઇ લાલચંદાની ની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી.