મલેકપુર, આયુષ મંત્રાલય દ્વારા સ્વસ્થ, સમૃધ્ધ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નેશનલ આયુષ મિશન હેઠળ આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ-આયુષ રથનું ઉદ્ઘાટન આજ રોજ જિલ્લા પંચાયત ભવન લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ આયુષ રથ થકી મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં આયુષની સેવાઓ મળી રહશે તથા આયુર્વેદ તથા હોમીયોપેથી દવાઓ છેવાડાના ગામમાં લોકોને મળી રહે તે માટે આયુર્વેદ શાખા અને જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે.