વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨મી માર્ચે ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ ગઇકાલે જ ગુજરાતથી કાર્યક્રમો પતાવીને દિલ્હી રવાના થયા છે ત્યાં ફરીથી તેઓ પાછા ગુજરાત આવે અને અમદાવાદના મહેમાન બને તેવા સંકેત મળ્યા છે. આગામી 12મી માર્ચે એટલે કે દાંડીકૂચના દિવસે ગાંધી આશ્રમ ખુલ્લો મૂકી શકે છે. આ માટે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પરંતુ સૂત્રોનું માનીએ તો, આગામી તારીખ 12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ખુલ્લો મુકી શકે છે. આ માટેની છેલ્લી ઘડીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ એક લેવલ ઉપર ગાંધી આશ્રમનું પ્રોજેકશન અને ડેવલપમેન્ટ થાય તેવી પીએમ મોદીની ઇચ્છા હતી. એટલે જ તેની તમામ જવાબદારી પોતાના વિશ્વાસુ અધિકારી પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથનને માથે મૂકવામાં આવી હતી. આ જવાબદારી પૂર્ણ કરવા તેઓને વધુ 6 મહિનાનું એક્સટેન્શન પણ આપ્યું છે. ગાંધી આશ્રમ માત્રને માત્ર શાંતિ માટેનો પર્યાય બને અને મનોરંજન માટે નહીં પણ શાંતિના સંદેશ માટે દેશ-વિદેશમાં લોકપ્રિય બને તે રીતે તેનું ડેવલપમેન્ટ કરાયું છે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનની હાઈલાઈટ્સ

– આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવી વર્લ્ડક્લાસ બનાવાશે
– 1200 કરોડનો ખર્ચ, 5 મ્યુઝિયમ-1 અદ્યતન લાયબ્રેરી
– આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
– આશ્રમના 300 જેટલા મકાનને હેરિટેજનું સ્થાન
– સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
– આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે
– હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાઇ ચૂક્યા છે
– ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે
– હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે
– હાલનો રસ્તો બંધ કરાયે છે ત્યાં વોક વે બનાવવામાં આવશે