ગોધરા,
ગોધરા શહેર નગર પાલિકા રોડ ઉપર આવેલ એકસ-રે હાઉસના મેનેજમેન્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નીતિ નિયમો વિરૂદ્ધ કબ્જો મેળવી દીધો હતો. બિલ્ડીંગનો કબ્જો સોંપવા માટે કોર્ટનો આદેશ હોવા છતાં એકસ-રે હાઉસના મેનેજમેન્ટ કબ્જો સોંપવા માંગતા ન હોય ત્યારે આખરે ગોધરા નગર પાલિકા ટીમે મોડી રાતના સમયે પોલીસને સાથે રાખીને એકસ-રે હાઉસવાળી બિલ્ડીંગને સીલ કરવામાં આવ્યું.
ગોધરા શહેર નગર પાીલકા કચેરી રોડ ઉ5ર આવેલ પાલિકાની મિલ્કતવાળા બિલ્ડીંગને 1963ના વર્ષમાં 20 વર્ષ માટે ટોકન ભાડા થી નૂતન વિદ્યા મંદિર નામની શૈક્ષણિક સંસ્થાને આપવામાં આવ્યું હતું. 20 વર્ષના ભાડા પટ્ટો પુરો થતાં પાલિકા દ્વારા પટ્ટો રીન્યુ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ નૂતન વિદ્યા મંદિરવાળા બિલ્ડીંગનો કબ્જો પાલિકાને પરત આપવાના સ્થાને 2017માં ટ્રસ્ટ દ્વારા ભાડા કરાર કરીને એકસ-રે હાઉસને આ બિલ્ડીંગવાળી મિલ્કત ભાડે આપવામાં આવી હતી અને પાલિકાની મિલ્કતનું ટ્રસ્ટ દ્વારા મહિને 1.11 લાખ રૂપીયા ભાડુ વસુલવામાં આવતું હતું. એકસ-રે હાઉસવાળી પાલિકાની બિલ્ડીંગનો કબ્જો મેળવવા માટે પાલિકા કોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં નામદાર કોર્ટ દ્વારા એકસ-રે હાઉસવાળી બિલ્ડીંગનો કબ્જો સોંપવાના હુકમ કરવા છતાં એકસ-રે હાઉસના મેનેજમેન્ટ બિલ્ડીંગનો કબ્જો સોંપવા તૈયાર ન હતું. શૈક્ષણિક હેતુ માટે આપેલ બિલ્ડીંગનો કોર્મશીયલ ઉ5યોગ કરવામાં આવી રહ્યો હતો અને આ મિલ્કત બાબતે પાલિકા દ્વારા લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો. આ કેસ બાબતે ગોધરા પ્રાંત અધિકારી દ્વારા બિલ્ડીંગનો કબ્જો પાલિકાને સોંપવાનો હુકમ કર્યો હતો. પ્રાંત અધિકારીના હુકમ સામે એકસ-રે હાઉસ મેનેજમેન્ટ ગોધરા કોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલ કોર્ટે ફગાવી દેતાં ગોધરા પ્રાંત અધિકારીએ પાલિકાને બિલ્ડીંગનો કબ્જો લેવા હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં એકસ-રે હાઉસ મેનેજમેન્ટ કબ્જો નહિ સોંપતા 15 ઓકટોમ્બરના રોજ મોડી રાત્રીના સમયે ગોધરા નગર પાલિકા ચીફ ઓફિસર સહિતની ટીમ એકસ-રે હાઉસવાળી બિલ્ડીંગનો કબ્જે લેવા જતાં એકસ-રે હાઉસ મેનેજમેન્ટ સાથે ધર્ષણ થતાં પાલિકા ચીફ ઓફિસરે પોલીસ બોલાવીને પોલીસની હાજરીમાં એકસ-રે હાઉસવાળી બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યું હતું. પાલિકા તંત્રને એકસ-રે હાઉસવાળી મિલ્કતનો કબ્જો લેવા માટે ભારે મથામણ કરવી પડી હતી.
ગોધરા નગર પાલિકા કબ્જા હેઠળની બિલ્ડીંગ વર્ષ 1963 ની સાલમાં 20 વર્ષના એક રૂપિયાના ટોકન ભાડા પેટે નૂતન વિદ્યા મંદિરને શૈક્ષણિક સંસ્થા ચલાવવા માટે આપી હતી. જે 1983 માં ભાડા પટ્ટો પૂરો થયો એ પછી નગરપાલિકા દ્વારા આગળ ભાડા પટ્ટો રીન્યુ કરવામાં આવ્યો ન હતો. ત્યાબાદ બિલ્ડિંગનો કબજો નગર પાલિકાને પરત આપવાને બદલે વર્ષ 2017 ની સાલમાં ટ્રસ્ટ દ્વારા ભાડા કરાર કરીને એક્સ-રે હાઉસને આ મિલ્કત ભાડે આપી દીધી હતી અને ટ્રસ્ટ દ્વારા એક્સરે હાઉસ પાસેથી દર મહીને 1.11 લાખ જેટલું ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું હતું.