બ્રિટનની સંસદમાં કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યુ હું પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફજાઈ નથી. આથી મારી સરખામણી મલાલા સાથે કરવામાં ન આવે. હું ભારતમાં અને મારી હોમલેન્ડ કાશ્મીરમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છુ, આતંકીઓના કારણે દેશ નહીં છોડવો પડે.
કાશ્મીર વિશે દુષ્પ્રચાર ફેલાવી રહેલા પાકિસ્તાનને કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીરે બ્રિટનની સંસદમાં કચકચાવીને જવાબ આપ્યો અને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા જુઠાણાને ખુલ્લુ પાડી રહીસહી આબરુના પણ ધજાગરા ઉડાડી દીધા. યાના મીરે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યુ હું પાકિસ્તાની એક્ટિવિસ્ટ મલાલા યુસુફજાઈ નથી. આથી મારી તુલના મલાલા સાથે ન કરવામાં આવે. હું મારા દેશમાં અને મારી હોમ લેન્ડ કાશ્મીરમાં સુરક્ષિત છુ.
યાના મીરે ભાર મુક્તા કહ્યુ કે કાશ્મીર પહેલેથી જ ભારતનું અભિન્ન અંગ છે અને આગળ પણ રહેશે. આ દરમિયાન યાના મીરે કાશ્મીરી યુવાનોના વિકાસમાં ભારતીય સેનાના યોગદાનની પણ ભરપૂર પ્રશંસા કરી.
યાના મીર યુકેની પાર્લામેન્ટ દ્વારા આયોજિત સંકલ્પ દિવસમાં સામેલ થવા માટે આમંત્રિત કરાઈ હતી. અહીં તેમણે જમ્મુ કાશ્મીર વિવિધતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો માટે મીરને ડાયવર્સિટી એમ્બેસેડર પુરસ્કારથી સન્માનિક કરવામાં આવી. આ કાર્યક્રમમાં બ્રિટનના સાંસદ સહિત અન્ય દેશોની 100થી વધુ જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમા યાના મીર પણ એક હતા.
આ વિશેષ કાર્યક્રમમાં મીરે આપેલી સ્પીચની સહુ કોઈએ ભારોભાર પ્રશંસા કરી. તેમનુ સંબોધન એક્સ સહિતના સોશિયલ મીડિયા પર ભારે વાયરલ પણ થઈ રહ્યુ છે. આ ભાષણ દરમિયાન યાના મીરે કહ્યુ હું મલાલા યુસુફઝઈ નથી. ભારતમાં હું સ્વતંત્ર અને સલામત અનુભવુ છુ. હું મારી માતૃભૂમિ કાશ્મીરમાં પણ સુરક્ષિત છુ. કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ છે. મારે ક્યારેય આતંકીઓના કારણે મારો દેશ છોડી અન્ય દેશમાં શરણ લેવાની જરૂર નહીં પડે.
મીરે વધુમાં કહ્યુ હું મલાલા યુસુફઝઈ ક્યારેય નહીં બનુ. જો કોઈ મારી માતૃભૂમિને પીડિત કહીને બદનામ કરવાની કોશિષ કરે છે તો તેની સામે મારો સખ્ત વિરોધ છે. જે લોકોએ ક્યારેય કાશ્મીર જઈને જોવાની પણ તસ્દી નથી લીધી તેઓ જોયા જાણ્યા સમજ્યા વિના જ મનઘડંત કિસ્સાઓ બનાવી કાશ્મીરને બદનામ કરે છે. મારો અહીં સહુને નમ્ર અનુરોધ છે કે ધર્મ ના નામે અમારા દેશના વિભાજીત કરવાનું બંધ કરો. અમે તેની છૂટ કોઈને આપવા માગતા નથી. દુષ્પ્રચાર ફેલાવવાનું બંધ કરો. મને આશા છે કે જે ભારત વિરોધીઓ પાકિસ્તાન અને બ્રિટનમાં રહી રહ્યા છે તેઓ ભારતને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચ પર બદનામ કરવાનું બંધ કરશે.
આંતરરાષ્ટ્રીય મીડિયાને પણ યાના મીરે આડે હાથ લીધુ. યાનાએ કહ્યુ બ્રિટનના લિવિંગ રૂમમાંથી ખોટી ખબરો જાહેર કરી ભારતની એકતાને તોડવાનું કામ બંધ કરવુ જોઈએ. આતંકવાદને કારણે મારી માતૃભૂમિમાં અનેક કાશ્મીરી મહિલાઓ તેમના સંતાનો ખોઈ ચુકી છે. અમને શાંતિથી જીવવા દો.
યાના મીર કાશ્મીરી એક્ટિવિસ્ટ, પત્રકાર છે. આ ઉપરાંત તે સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. સોશિયલ મીડિયા પર તેઓ તેમની ઓળખ એક પત્રકાર તરીકે આપે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે જણાવ્યુ કે તે કાશ્મીરની સૌપ્રથમ મહિલા બ્લોગર છે, મીર ભારત એક્સપ્રેસ ચેનલમાં સિનિયર એંકર તરીકે પણ કામ કરી ચુકી છે.
બ્રિટનની સંસદમાં કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીરે પાકિસ્તાનની કાઢી ઝાટકણી, કહ્યુ હું મલાલા નથી, મારા હોમલેન્ડ કાશ્મીરમાં સલામત છુ. કાશ્મીરને બદનામ કરવાનું બંધ કરો”