વડોદરામાં પથ્થરમારો થવાના કેસમાં વધુ ૯ આરોપીની ધરપકડ, કુલ ૧૭ ઝડપાયા

વડોદરા,વડોદરામાં નવાપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાની ઘટનામાં વધુ ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધામક લાગણી દુભાય તેવી કોમેન્ટ કર્યા બાદ થયેલા પથ્થરમારાનો કેસમાં અત્યાર સુધીમાં ૧૭ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

નવાપુરા પોલીસે પથ્થરમારો કરનાર વધુ ૯ આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના પાદરામાં રહેતા શાહીદ પટેલે ભગવાન શ્રી રામ પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદ અરાજક્તા ફેલાઇ હતી અને ગુરુવારે રાત્રે બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જે પછી નવાપુરા પોલીસે ૧૦૦થી ૧૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.

ઘટના કઇક એવી છે કે પાદરાના યુવાને ધાર્મિક લાગણી દુભાય તેવી કરી હતી પોસ્ટ કરી હતી. જે પછી પાદરાના સહિદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો અભદ્ર ટિપ્પણી કરનાર યુવક પોલીસ સ્ટેશને પહોંચતા તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા. અભદ્ર ટિપ્પણી કરનાર યુવક્ની ધરપકડની માગ કરતા લોકો પર પથ્થરમારો થયો હતો. વિરોધ કરતા લોકો પર મોટી સંખ્યામાં ધસી આવેલ ટોળાએ પથ્થમારો કર્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.જે પછી ટોળા સામે ગુનો નોંધ્યો છે.