સુરત, હવે રશિયા પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમ્યાન રશિયામાંથી એક ૨૩ વર્ષના ભારતીય યુવકનું યુક્રેનના મિસાઈલ હુમલામાં મોત થઈ ગયું છે. આ ૨૩ વર્ષીય યુવક સુરતનો રહેવાસી હતો. તે રશિયામાં સિક્યોરિટી હેલ્પર તરીકે રશિયાની સેનામાં જોડાયેલ હતો. હુમલામાંથી બચી નીકળેલા એક અન્ય ભારતીય કર્મચારીએ જણાવ્યું છે કે, ૨૧ ફેબ્રુઆરીએ યુક્રેની હવાઈ હુમલામાં રશિયા સેના દ્વારા સુરક્ષા સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવેલા ગુજરાતના ૨૩ વષય વ્યક્તિનું મોત થયું છે.
જે ભારતીય યુવકનું મિસાઈલ હુમલામાં મોત થયું છે. તેને રશિયા-યુક્રેન સરહદ પર ડોનેટસ્ક ક્ષેત્રમાં તૈનાત કર્યો હતો. તેને ફાયરિંગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. તે સમયે મિસાઈલથી હુમલો થયો. આ હુમલામાં યુવકનો જીવ ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરત જિલ્લાના રહેવાસી હેમિલ અશ્વિનભાઈ મંગુકિયા ડિસેમ્બર ૨૦૨૩માં રશિયા ગયો હતો અને બાદમાં રશિયાની સેના સાથે જોડાયો હતો.
આ મહિનાની શરુઆતમાં જ હેમિલના પિતા તરફથી ભારતીય વાણિજ્ય દૂતાવાસને પત્ર લખીને તેને ઘરે પાછા લાવવાની મદદ માગી હતી. રશિયા સેના સાથે કરાર પર કેટલાય અન્ય ભારતીયોએ પણ દૂતાવાસનો સંપર્ક કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, હજુ સુધી તેમને આ ઘટનાની જાણકારી નથી આપવામાં આવી.
હેમિલના પિતાએ મીડિયાને જણાવ્યું છે કે, ૨૦ ફેબ્રુઆરીના રોજ હેમિલ સાથે તેમની વાત થઈ હતી. તેના એક દિવસ બાદ તેનું મોત થઈ ગયું. કર્ણાટકના સમીર અહમદે ઘટના વિશે જણાવ્યું છે કે, તેને ૧૫૦ મીટર દૂર ફાયર કરવાની અને મિસાઈલ છોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. અચાનક ધમાકો થયો તો અમે ટ્રેંચમાં છુપાઈ ગયા. થોડા સમય પછી અમે બહાર આવ્યા તો અમે જોયું કે હેમિલનું મોત થઈ ચુક્યુ છે.
છેલ્લા કેટલાક સમયમાં એવા કેટલાય રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં કહેવાયું છે કે, નેપાળ અને ભારતના અમુક લોકો રશિયાની સેનામાં ભરતી થયેલા છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ ગત અઠવાડીયે કહ્યું હતું કે, રશિયાની સેનાની મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને ફટાફટ ત્યાંથી કાઢવા માટે વાતચીત ચાલી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર, ૧૦૦થી વધારે ભારતીય યુવાનો રશિયાની સેનામાં ભરતી થયેલા છે. તેમાંથી મોટા ભાગના સિક્યોરિટી હેલ્પરનું કામ કરી રહ્યા છે.