અંબાજીમાં મુંબઈના ભક્તે માતાજીના ચરણોમાં ૧૨ કિલો ૮૪૨ ગ્રામ ચાંદીના ૧૭ ચોરસાભેટ ધર્યા

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને ઉમટી રહ્યા છે. તહેવાર હોય કે સામાન્ય દિવસ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી હોય છે. શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે ભેટ માં ના ચરણોમાં ધરાવતા હોય છે. આવી જ રીતે એક ભક્તે 12 કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે.

યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે. હાલમાં જ અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અંબાજી મંદિર અને ગબ્બર ખાતે સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી જોવા મળતી હોય છે. મંદિર પરિસરમાં પણ લાંબી કતારો જોવા મળતી હોય છે.

આ દરમિયાન ભક્તો માં અંબાના ચરણોમાં ભેટ ધરાવતા હોય છે. મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ દાન ભક્તોએ અત્યાર સુધી દાન કર્યુ છે. આવી જ રીતે ચાંદીનું પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટ મા અંબાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે. અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણો મા અંબાને ભેટ ચડાવતા હોય છે.

શ્રદ્ધાળુઓ મા અંબાના દરબારમાં પહોંચીને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. અહીં ભક્તો રોકડ રુપિયા કે યથા શક્તિ સુવર્ણ અને ચાંદીનું દાન કરતા હોય છે. મંદિરમાં અત્યાર સુધીમાં કરોડો રુપિયાના સોના અને ચાંદીની શ્રદ્ધાળુઓએ ભેટ ધરાવી છે. આવી જ રીતે રવિવારે સાંજની આરતી બાદ મુંબઇથી આવેલા શ્રદ્ધાળુએ ચાંદીની ભેટ માના દરબારમાં ધરી હતી.

મુંબઈના શ્રદ્ધાળુએ પોતાની ઓળખ આપ્યા વિના જ મંદિરમાં માતાજીના ચરણોમાં 12 કિલો અને 842 ગ્રામ ચાંદીની ભેટ ધરી હતી. જેની કિંમત 9.24 લાખ રુપિયા જેટલી અંદાજવામાં આવે છે. શ્રદ્ધાળુએ પોતાના નામને જાહેર કર્યા વિના જ માતાજીના ચરણોમાં ચાંદીના 17 જેટલા ચોસલાને ધર્યા હતા.

મહા મહિનાની પૂર્ણિમાને લઇને શનિવારે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અંબાજીમાં ઉમટી હતી. પુર્ણિમાને લઈ ભક્તોએ માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. એકમના દિવસે રવિવાર હોઇ રવિવારે પણ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.