નોઈડામાં યમુના એક્સપ્રેસ વેના એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી અટકાવાઈ; મેરઠમાં ખેડૂત નેતાની અટકાયત

નવીદિલ્હી, આજે સોમવારે ખેડૂતોના આંદોલનનો ૧૪મો દિવસ હતો.ખેડૂતોએ ૨૯મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જો કે, તેઓ પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર રોકાયેલા છે.જયારે નોઈડા અને ગ્રેટર નોઈડાના જુદા જુદા વિસ્તારોમાંથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને યમુના એક્સપ્રેસ વે પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, સાવચેતીને ધ્યાનમાં રાખીને નોઈડા પોલીસે યમુના એક્સપ્રેસ વેના એન્ટ્રી પોઈન્ટ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી અટકાવવામાં આવી છે. પોલીસ કોઈપણ સંજોગોમાં ખેડૂતોને અહીંથી આગળ જવા દેવા માંગતી નથી.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે તેઓ સંયુક્ત મોરચાની બેઠક માટે ચંદીગઢ ગયા હતા. તેમણે ૬ સભ્યોની કમિટી બનાવી છે. સંયુક્ત મોરચાથી અલગ થયેલા તમામ ખેડૂતો સંગઠનો સાથે વાટાઘાટો કરવા માટે આ કમિટા બનાવવામાં આવી છે. જો કોઈ સંગઠન સંયુક્ત મોરચામાં સામેલ થવા ઈચ્છે છે તો તે કમિટી સાથે વાત કરી શકે છે.સંયુક્ત ક્સિાન મોરચાએ ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં ટ્રેક્ટર રેલી કાઢી છે. આંદોલનમાં જોડાયેલા ખેડૂતો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના પૂતળા દહન કર્યું હતું સંયુક્ત ક્સિાન મોરચાના આહ્વાન પર ઉત્તરપ્રદેશમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી હતી દિલ્હી જતા હાઇવેની એક લેન પર ટ્રેક્ટર દોડાવ્યા હતાં અને અન્ય તમામ વાહનો બીજી લેન પર દોડયા હતાં

બીકેયુના પ્રવક્તા રાકેશ ટિકૈત પોતે મુઝફરનગર, મેરઠ અને પછી ગાઝિયાબાદ પહોંચશે. તેમનું કહેવું છે કે યુપી-ઉત્તરાખંડની ભુરહેરી ચેકપોસ્ટથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર સુધી સમગ્ર હાઇવે પર ટ્રેક્ટર ઉભા કરી દેવામાં આવશે. ગાઝીપુર બોર્ડર પર સવારે લગભગ ૯ વાગ્યાથી જામ શરૂ થઈ ગયો હતો અહીં પોલીસ ચેકિંગ બાદ જ વાહનોને દિલ્હી તરફ જવા દેવામાં આવી રહ્યા હતાં તેવી જ રીતે મેરઠમાં એક ખેડૂત નેતાની અટકાયત કરવામાં આવી છે.

અગાઉ, રવિવારે (૨૫ ફેબ્રુઆરી) ખેડૂતોએ કેન્દ્ર સાથે વાતચીત કરવાનો સંકેત આપ્યો હતો. ક્સિાન મજદૂર મોરચાના સંયોજક સરવન પંઢેરે શંભુ બોર્ડર પર કહ્યું, સરકાર સરહદ ખોલવી અને ઇન્ટરનેટ શરુ કરવા માટે કામ કરી રહી છે. હવે આ વાતાવરણમાં યોગ્ય વાતચીત થઈ શકે છે. સંયુક્ત ક્સિાન મોરચા (બિન-રાજકીય)ના પ્રમુખ જગજીત ડલ્લેવાલે કહ્યું કે ખેડૂતોને ગોળી મારનારાઓ સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. જેઓ પંજાબમાં ઘૂસી ગયા અને ખેડૂતોને હટાવવા, માર માર્યો અને ટ્રેક્ટરની તોડફોડ કરનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

હરિયાણાના ૭ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ૧૧ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગ્યાથી અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. પંજાબના ૭ જિલ્લાના ૧૯ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલ ઈન્ટરનેટ પ્રતિબંધને ૨૬ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

દિલ્હી તરફ ખેડૂતોની કૂચ મોકૂફ રાખ્યા બાદ દિલ્હીની ટિકરી બોર્ડર અને સિંઘુ બોર્ડર ખોલી દેવામાં આવી છે. જેના કારણે હરિયાણાથી દિલ્હી જતા લોકોને રાહત મળી છે.એ યાદ રહે કે પંજાબના ખેડૂતો ૧૨ ફેબ્રુઆરીની સાંજે શંભુ બોર્ડર પહોંચ્યા હતા. ૧૩ ફેબ્રુઆરીની સવારે તેમણે હરિયાણા પોલીસની બેરિકેડ હટાવવાના પ્રયાસ કર્યા. જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રબરની ગોળીઓ ચલાવી. શંભુની જેમ જ ખનૌરી અને ડબવાલી બોર્ડર પર પણ સ્થિતિ નાજુક રહી હતી. ૧૪ ફેબ્રુઆરીએ ખનૌરી બોર્ડર પર પરિસ્થિતિ વણસી હતી શંભુ બોર્ડર પર ઘર્ષણ પછી વિરોધ કરી રહેલા ખેડૂતોનો આરોપ છે કે પોલીસે એસએલઆરથી તેમના પર સીધો ગોળીબાર કર્યો. આ પછી ખનૌરી સરહદ પર ખેડૂતો અને અર્ધલશ્કરી દળો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. અહીં ખેડૂતોએ જવાનોની હેલ્મેટ અને લાકડીઓ છીનવી લીધી હતી. પંજાબમાં ૧૫ ફેબ્રુઆરીએ ટોલ ફ્રી કરવામાં આવ્યા, ટ્રેનો રોકી હતી પંજાબના તમામ ટોલ પ્લાઝાને ફ્રી કરાવ્યા હતાં. ભારતીય ક્સિાન યુનિયન (ઉગ્રહણ)એ ૬ જિલ્લામાં ૪ કલાક માટે ટ્રેનો રોકી હતી.૧૬ ફેબ્રુઆરીએ ખેડૂતોએ ગ્રામીણ ભારત બંધ આપ્યું હતું. આ દરમિયાન પંજાબ-હરિયાણામાં રોડવેઝની બસો બંધ રહી હતી.

૨૧ ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ, યુવાન ખેડૂતનું મૃત્યુ થયું હતું ખેડૂતોએ બપોરે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. આ પહેલા કેન્દ્ર તરફથી ૫મી વાતચીતનો મેસેજ આવ્યો હતો. તે પહેલા ખનૌરી બોર્ડર પર હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભટિંડાના એક યુવાન ખેડૂત શુભકરણનું મોત થયું હતું.જયારે ૧૮ ફેબ્રુઆરીના રોજ બીકેયુ ક્રાંતિકારી નેતા મનજીત સિંહનું ખનૌરી સરહદ પર મોત થયું. ટોહાના બોર્ડર પર એક એસઆઇનું મોત થયું હતું.