ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં પોલીસ પણ નિષ્ફળ બાલાસિનોરમાં ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા

બાલાસિનોર,બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા સ બની ગઈ છે. પોલીસ તંત્ર પણ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જતા નગરજનો માટે હાલ આ મુદ્દો દિન પ્રતિદિન કઠિન બનતો દેખાય છે.

વેપારીઓ દ્વારા રોડ પર દબાણ કરી દેવાતાં રોડ સાંકડો થઈ જતાં વાહનવ્યવહારને અસર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા રાજપુરી દરવાજાથી નિશાળ ચોક મુખ્ય બજાર આવેલો છે. જેમાં વેપારીઓ તેમની દુકાનની આગળ દુકાનનો સો અને પોતાના વ્હીકલ ગોઠવી દઈ દબાણ કરતા હોવાથી આ માર્ગ દિવસે સાંકડો થઈ જાય છે, ચાલુ દિવસે આ માર્ગ પરથી પસાર થવું પણ રાહદારીઓ માટે ખૂબ અઘરૂ હોય છે. જ્યારે વાહન લઈને દિવસે આ માર્ગ પરથી નીકળવું અત્યંત મુશ્કેલ હોય છે. બે વાહનો સામસામે આવી જાય એટલે તુરત ટ્રાફિકજામ થઈ જતો હોય છે. નગરજનો દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.