સંતરામપુરમાં રખડતા પશુઓ તોફાની બન્યા છેલ્લા ત્રણ દિવસથી પાંચ લોકોને ઈજા પહોંચાડી અને વાહનો નુકસાન પહોંચાડ્યો

સંતરામપુર, ગુજરાત સરકારનો પરિપત્ર હોવા છતાં રખડતા પશુઓને પકડવા માટે પાલિકા નિષ્ફળ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો કે, માર્ગો પર રખડતા પશુઓ જોવા મળે તો તેને પકડી લેવા અને માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પરંતુ આ પરિપત્ર તો આજની સુધી કોઈ મોનું પાલન કરવામાં આવ્યું જ નહીં. સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં કોલેજ રોડ અમરદીપ સોસાયટી, સરદાર નગર, બસ સ્ટેન્ડ ચાર રસ્તા, માંડવી બજાર, લુણાવાડા રોડ, મંગલ જ્યોત આવા દરેક વિસ્તારોની અંદર રખડતો પશુઓ અંતક મચાવી નાખ્યો અને તોફાની બની ગયા લોકોમાં એટલો ડર જોવા મળી રહ્યો છે. આ પશુઓન જોઈને ઘરની બહાર નીકળવા પણ તૈયાર નથી. આજે તો એવી પરિસ્થિતિ જોવા મળી આવી કે ખુલ્લા પ્લોટની અંદર રખડતા પશુઓ એક સાથે 10 થી 15 બાંકડે પડતા તો વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. વાહનને બચાવવા અને પશુઓને ભગાડવા માટે સ્થાનિક લોકોએ ઘર ઉપર ચઢીને ડોલ વડે પાણીનો માર મારીને પશુઓને ભગાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આવી પરિસ્થિતિના કારણે નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે અને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ વધારે શિકાર બનતા હોય છે. જ્યાં દેખો ત્યાં દરેક વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ સર્જાઈ રહેલી છે. આ ઘટના સૌથી વધારે સવાર વહેલી 7:00 વાગ્યા અને સાંજે છ કલાકે વધારે બનતી હોય છે. નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા પશુઓ પર પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એક્શનમાં આવે હવે તે જરૂરી છે. પાલિકા કેમ તૈયાર રહે તે સમજાતું નથી. આવી સામાન્ય કામગીરી કરવા પાલિકામાં નિષ્ફળ ગયેલી છે. અમારા વાહનોને નુકસાન ના થાય તે માટે આ પશુઓને ભગાડવા માટે ડોલની પાણીના પાણીનો માર મારીને બગાડવાનો પ્રયત્ન કરતા હોય છીએ લીલાબેન સ્થાનિક રહીશ.