ફતેપુરા સહકારી મંડળીની દુકાનોને ફાળવણીમાં ચેરમેન તેમજ ચેરમેન દ્વારા લાખો રૂપિયાની કટકીના આક્ષેપો સાથે પોલીસમાં રજૂઆત

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા સહકારી મંડળીની નવી દુકાનો ની ફાળવણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને લાખો રૂપિયાની કટકી કરી હોવાના આક્ષેપ સાથે ભોગ બનનારે ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ધી ફતેપુરા મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી આવેલી છે. આ મંડળીની ફતેપુરા નગરના ઘુઘસ રોડ વિસ્તારમાં આવેલ જૂની બિલ્ડીંગ તોડીને નવી દુકાનો બનાવવામાં આવેલ છે. આ દુકાનોની ફાળવણીમાં મંડળીના ચેરમેન ડોક્ટર અશ્ર્વિન પારગી તેમજ વાઈસ ચેરમેન કાના મહીડાએ નવીન દુકાનોની ફાળવણીમાં લાખો રૂપિયાની કટકી કરી હોવાના આક્ષેપ સાથે ફતેપુરા તાલુકાના વાવડી ગામના ફરિયાદી પારગી ધારજી ચિમને ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી છે, તેમજ ડીવાયએસપી થી લઈ લે મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.