પંચમહાલ જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને સંકુલ- 1 ‘જ્ઞાન’ના મુખ્ય સંયોજક એવા સામલી હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ ડી. રાઉલજીનો વિદાય સમારંભ ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજીની અધ્યક્ષતામાં યોજાયો

  • સામલી હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ ડી. રાઉલજીનો વિદાય સમારંભ ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી ની અધ્યક્ષતામાં યોજાયો.

ગોધરા,1984 થી લઈ આજ દિન સુધીની શાળાની સફર અને જે. ડી. રાઉલજી ના કાર્યોની સુવાસ પી.પી. ટી માધ્યમથી ખૂબ સુંદર રીતે બતાવવામાં આવી. સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય સી. કે. રાઉલજી ઉદઘાટક જીલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ કે.એમ.પટેલ, મુખ્ય મહે. ચેરમેન શિક્ષણ સમિતિ પંચમહાલ એ.બી.પરમાર હતા. તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય સી.કે. રાઉલજી જણાવ્યું હતું કે, સમારંભમાં ધારાસભ્ય સી. કે. રાઉલજી દ્વારા જયદીપસિંહ ડી. રાઉલજીની શૈક્ષણિક સફરને બિરદાવવામાં આવી અને સામલી શાળાને અનુદાન સહાયની પણ જાહેરાત કરવામાં આવી. રાઉલજીની શાળા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા અને એમના કાર્યોની પ્રશંસા ઉપરાંત એમના પ્રત્યે શાળા મંડળ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરી સન્ પત્ર એનાયત કરવામાં આવ્યું. તેમજ જયદીપસિંહ રાઉલજી દ્વારા પણ શાળાને અનુદાનની જાહેરાત કરવામાં આવી. આ કાર્યકમ માં મહેો ની વિશેષ ઉપસ્થિતિમાં ગુ.રા.શાળા સંચાલક મંડળના મહામંત્રી પી.ડી.સોલંકી, પ્રવક્તા ગુજરાત આચાર્ય સંઘ ભાનુભાઈ પટેલ, ભરતભાઈ ચૌધરી તેમજ અતિથિ વિશેષ ભુપેન્દ્રસિંહ ચૌહાણ, આર.કે પારગી , વિશેષ ઉપસ્થિતિ મૃગેન્દ્રસિંહ સોલંકી, પી.એસ. પરમાર, જયેશભાઈ પુરોહિત, આર.એસ.ચૌહાણ, નારણભાઈ પરમાર તેમજ મહામંત્રી તમામ ઘટકસંઘ, તમામ સંયોજક , તમામ સહ સંયોજક સંકુલ-1 ગોધરા, બક્ષીપંચ વિકાસ મંડળના પ્રમુખ કે.કે.પટેલ , મંત્રી એમ.એન.પટેલ ઉપરાંત પાદરડી હાઈસ્કૂલના પ્રમુખ એ.સી.બારીઆ, પરિવારજનો, આચાર્યો અને મિત્રોની ઉપસ્થિતિમાં ખૂબ જ ભાવપૂર્ણ વિદાય રાહુલજી ને આપવામાં આવી. અંતે બધા અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.