ગોધરા,રેલવે પરિયોજના હેઠળ ભારત સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોનમાં 60,000 બાળકોએ ભાગ લીધેલ હતો. 554 રેલવે સ્ટેશન પુન: વિકાસ કાર્યક્રમમાં ઈનામ વિતરણ કાર્યક્રમ રેલવે સ્ટેશન ગોધરા ખાતે રાખવામાં આવ્યો હતો. અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળના આ કાર્યક્રમ માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાળ જનમેદનીને સંબોધી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા અને પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ ડો.જસવંત પરમાર અને ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી પુરસ્કૃત કર્યા હતા.
વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગોધરા રેલવે સ્ટેશનનું પુન: વિકાસ માટે શિલાન્યાસ કર્યું હતું. જેમાં લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, રાજયસભા સાંસદ ડો જશવંતસિંહ પરમાર અને ગોધરાના ધારાસભ્ય સી.કે .રાઉલજી અને રેલવે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા નગરની ચાર શાળાઓના વિદ્યાર્થીઓને ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે. જેમાં નવરચના શાળાના ચિત્ર સ્પર્ધામાં નીદાફાતેમા આઈ શેખ, મિસબાહ આર કંસારા, અર્શદ જે મનસૂરી અને નિબંધ સ્પર્ધામાં આયેશા આઈ મનસૂરી, અબ્દુલ્લાહ સલીમ શેખ અને ફૈજાન એસ અખાઈનો સમાવેશ થાય છે.
ઉલ્લેખ છે કે ભારતીય રેલવેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવરચના શાળા ગોધરાની દસ દીકરીઓ મુમતાઝ એમ જરદા, મસીરા એમ.ચરખા, જીયાફાતેમા આઈ. પઠાણ, માહીનાઝ આર. સૈયદ, તમન્ના વાય. ચાંદા, શબનૂર ઝેડ. મિર્ઝા, મહેકબાનુ એ. શેખ, મસીહા એ. મિસ્ત્રી, મસીરા એસ. પિંજારા અને મારિયા એ. કંજરીયાએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. જેઓને રેલવે પ્રશાસન દ્વારા ટ્રોફી અને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી તરફથી 5000 રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.