નડીયાદ, સીટી સરવે વિસ્તારમાં આવેલ તમામ મિલકતો તથા જીલ્લાના તમામ ગામોમાં બિનખેતી થયેલ જમીન ઉપર સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો મહેસુલ વેરી જે તે મિલકતઘારકોએ ભરપાઇ કરવાનો થાય છે. બિનખેતી થયેલ જમીન મિલકતોમાં વિશેષધારો, લોકલશેષ અને શિક્ષણ ઉપકરની રકમ અગાઉ તલાટી દ્વારા વસુલાત કરવામાં આવતી હતી તે કામગીરી સરકારના મહેસુલ વિભાગના તા. 16/09/2027ના જાહેરનામા ક્રમાંક GHM/2017/264/CTS/132017/H થી થયેલ સુચના મુજબ હવે સીટી સરવે કચેરીઓને સુપ્રત કરવામાં આવેલ છે.
ખેડા જીલ્લામાં સમાવેશ થયેલ સીટી સરવે વિસ્તારની મિલક્તો તથા ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી થયેલ જમીનોમાં બાકી મહેસુલ /વિશેષષારાની વસુલાત કરવા અંગે જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આપેલ સુચના મુજબ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેથી જીલ્લાના બિનખેતી થયેલ જમીનોનો બાકી મહેસુલ વેરો તાકીદે ભરપાઇ કરવા તમામને જણાવવામાં આવ્યું છે અને આ બાબતમાં સહયોગ આપી નજીકની સીટી સરવે કચેરીનો સંપર્ક કરી પોતાની જમીન-મિલકત બાબતે વિશેષધારો, લોકલશેષ અને શિક્ષણ ઉપકરની મહેસુલવેરાની બાકી રકમ તાકિદે ભરી દેવા જાહેર અપિલ કરવામાં આવી છે. વધુમાં મિલકતના પ્રોપર્ટીકાર્ડમાં થતી ફેરફાર નોંધ અંગેની કામગીરીમાં અસુવિધા ઉભી ન થાય તેમજ બોજા નોંધ દાખલ થવાની કાર્યવાહીથી બચવા સમયસર સામેથી લાગુ પડતી સીટી સરવે કચેરીનો સંપર્ક કરી મહેસુલવેરાની બાકી નિકળતી રકમની ખાત્રી કરી ભરી જવા સીટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કપડવંજના તાબામાં આવતી શહેરી તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની બિનખેતી થયેલ જમીનો માટે બાકી મહેસુલની વસુલાતની કામગીરી નીચે મુજબની વિગતે કરવામાં આવી રહેલ છે.
કપડવંજ શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સીટી સરવે કચેરી કપડવંજ મુકામે મે.સ. રાજુભાઈ બી. ઝાલા. મો. નં. 99253 78708 તથા મહેશભાઇ કે. ગામેતી, મો.નં. 97125 87702. કઠલાલ શહેર તથા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સીટી સરવે કયેરી કઠલાલ મુકામે મે.સ. રાજુભાઇ બી. ઝાલા. મો. નં. 99253 78708 તથા મહેશભાઇ કે. ગામેતી, મો.નં. 97125 87702. ડાકોર શહેર તથા ઠાસરા તાલુકાના ડાકોર નજીકના ગ્રામ્ય વિસ્તાર માટે સીટી સરવે કચેરી ડાકોર મુકામે મે.સ. નરેશભાઇ ડી. સોલંકી. મો. નં. 9913928896. ઠાસરા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે સીટી સરવે કચેરી ઠાસરા મુકામે મે.સ. આસિફભાઇ એ. મનસુરી. મો. નં. 7990453659. ગલતેશ્ર્વર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર માટે સીટી સરવે કચેરી ઠાસરા મુકામે મે.સ.આસિફભાઇએ મન્સુરી.મો.નં. 7990453659નો સંપર્ક કરવા સીટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કપડવંજની એક અખબારી યાદીમ જણાવાયુ છે.